ઠાકોરસેના અને કરણીસેના પર થયેલા કેસો પાછા ખેંચવા સરકારની તૈયારી.

July 16, 2019
 702
ઠાકોરસેના અને કરણીસેના પર થયેલા કેસો પાછા ખેંચવા સરકારની તૈયારી.

'પદમાવતી' ફિલ્મ રિલીઝ થવાના મામલે અમદાવાદ સહીત રાજ્યભરમાં કરણીસેનાએ દેખાવો-વિરોધ પ્રદર્શન કર્યા હતા. અમદાવાદમાં તો રીતસર મોલ, વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે કેટલાંય વિરુદ્ધ કેસો કર્યા હતા. હવે કરણીસેનાના સભ્યો પરથી કેસો પાછા ખેંચવા રાજ્ય ગૃહવિભાગ તૈયારી કરી છે. આજ પ્રમાણે પરપ્રાંતિઓ પર હુમલા થતાં ઠાકોર સેનાના સભ્યો પર પણ કેસો નોંધાયા હતા. આ ઉપરાંત હજુય અનામત આંદોલન વખતે થયેલા તોફાનો વખતે પાટીદારોપર થયેલા કેસો હજુય પેન્ડિંગ છે. ગૃહવિભાગે આ તમામ કેસોની વિગતો એક અઠવાડિયામાં મોકલવા આદેશ કર્યો છે. આમ, ભાજપ સરકારે આ તમામ કેસો પાછા ખેંચવા તૈયારી દર્શાવી છે.

Share: