કર્ણાટકના બાગી ધારાસભ્યોને સુપ્રિમનો આંચકો, સ્પીકરની કામગીરીમાં દખલ કરવાનો ઇન્કાર

July 16, 2019
 472
કર્ણાટકના બાગી ધારાસભ્યોને સુપ્રિમનો આંચકો, સ્પીકરની કામગીરીમાં દખલ કરવાનો ઇન્કાર

કર્ણાટકના બાગી ધારાસભ્યો અને ભાજપને સુપ્રિમ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. જેમા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસે કહ્યું કે અમે એ નક્કી ના કરી શકીએ વિધાનસભાના સ્પીકરે શું કરવું જોઈએ. ચીફ જસ્ટીસે કહ્યું કે અમે માત્ર જોઈ શકીએ કે બંધારણીય રીતે સ્પીકર કયા મુદ્દા પર નિર્ણય કરે છે.

સુપ્રિમ કોર્ટમાં બાગી ધારાસભ્યોનો પક્ષ મુકતા મુકુલ રોહતગીએ ગોવા,કેરાલા, તમિલનાડુ હાઈકોર્ટના કેટલાંક નિર્ણય ટાંક્યા હતા. રોહતગીએ કહ્યું કે આ નિર્ણયોમાં સ્પીકરે પહેલા રાજીનામાં પર વિચાર કરવાનું કહ્યું બાદમાં સ્પીકરે ના પાડી હતી. કેરલના કેસમાં કોર્ટે તાત્કાલિક રાજીનામું સ્વીકારવાની વાત કરી હતી.

મુકુલ રોહતગીએ કહ્યું હતું કે તમામ ૧૦ ધારાસભ્યોએ ૧૦ જુલાઈના રોજ રાજીનામાં આપી દીધા છે. જો અધ્યક્ષ ઈચ્છે તો અધ્યક્ષ નિર્ણય લઈ શકે છે. કારણ કે રાજીનામુ આપવું અને તેને સ્વીકારવું બે અલગ અલગ નિર્ણય છે.સુનવણી દરમ્યાન ચીફ જસ્ટીસે રાજીનામાની તારીખ પૂછી હતી. જેમાં મુકુલ રોહતગીએ કહ્યું જે ૧૦ જુલાઈના રોજ ૧૦ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે.

જયારે એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે જો કોઈ ધારાસભ્ય પોતાના પદ પર રહેવા ના માંગતા હોય તો અમે તેમને ફોર્સના કરી શકીએ. તેમજ ધારાસભ્યોએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેથી અયોગ્ય ગણાવવા સારી વાત નથી.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમા કોંગ્રેસના ૧૦ ધારાસભ્યોના રાજીનામાં મંજુર ન કરવાના મુદ્દે આ ધારાસભ્યોએ સુપ્રિમ કોર્ટમા અરજી કરી હતી. જેની બાદ બીજા ૫ ધારાસભ્યો પણ તેમની સાથે જોડાયા હતા. જેના પગલે અદાલતે આજે ૧૫ ધારાસભ્યોની અરજી સાંભળી હતી.

Share: