મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી, ૫૦ લોકો દટાયા હોવાની આશંકા

July 16, 2019
 700
મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી, ૫૦ લોકો દટાયા હોવાની આશંકા

મુંબઈના ડોંગરી વિસ્તારમા ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ટંડેલ સ્ટ્રીટ કેસરબાઈ નામની ઈમારત ધરાશાયી થઈ હતી. જેના કાટમાળમાં ૫૦ લોકો દટાયા હોવાની આશંકા છે. આ હાદસાની જાણ થતા જ રાહત અને બચાવ દળ સ્થળ પર પહોચ્યા છે.

ફાયર બ્રિગેડ ઉપરાંત એમ્બુયલન્સ અને એનડીઆરએફની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે અને રાહત અને બચાવ ઓપરેશનમાં લાગી છે. તેમજ ખુબ જ સાંકડી ગલી હોવાથી રાહત અને બચાવ કામગીરીમા મુશ્કેલી પડી રહી છે.

આ દુર્ઘટના સવારે ૧૧. ૪૦ વાગે બની હોવાની વિગતો સામે આવી છે.

Share: