જિયોનો ડીઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી જેન્ડર ગેપ ઘટાડ્યાનો દાવો કર્યો

July 16, 2019
 843
જિયોનો ડીઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી જેન્ડર ગેપ ઘટાડ્યાનો દાવો કર્યો

વિશ્વની સૌથી મોટી મોબાઇલ ડેટા નેટવર્ક કંપની જિયોએ આજે જાહેરાત કરી હતી કે ભારતમાં મહિલાઓમાં ડિજીટલ સ્વિકૃતિ અને ડિજીટલ સાક્ષરતા વધે તેમાં જેન્ડર ગેપને દૂર કરવા માટે કંપની જી.એસ.એસ.એ.ના કનેક્ટેડ વિમેન ઇનિશ્યેટીવ સાથે જોડાઇ છે. જિયો અને જી.એસ.એમ.એ. મહિલાઓમાં ડેટાનો વપરાશ વધે અને જીવનને સમૃધ્ધ બનાવતી ડિજીટલ સર્વિસીસનો ઉપયોગ વધે તે માટે મહિલાઓને વધારે સશક્ત બનાવવાની દિશામાં કામ કરશે.

મોબાઇલ અને ઇન્ટરનેટ ટેકનોલોજીની સ્વિકૃતિમાં તાજેતરમાં જે રીતે ઝડપ જોવા મળી છે તેનાથી લોકોના પ્રવૃત્ત રહેવામાં, શિક્ષણ મેળવવામાં અને મનોરંજન મેળવવામાં બદલાવ આવ્યો છે. જો કે, પહોંચ, પોષણક્ષમ કિંમત અને ડિજીટલ ક્રાંતિમાં સમાવેશના અભાવને કારણે ભારતમાં મોબાઇલની સ્વિકૃતિમાં જેન્ડર ગેપ જોવા મળે છે. પ્રારંભથી જ જિયોએ તમામ લોકોને એકસમાન તક આપીને આ ગેપને દૂર કરવા પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.

કનેક્ટેડ વિમેન ઇનિશ્યેટીવના ભાગરૂપે, મોબાઇલ ઇન્ટરનેટની પહોંચ અને ઉપયોગ અને મોબાઇલ ઇન્ટરનેટ મની સર્વિસીસમાં મહિલાઓને નડતી અડચણો દૂર કરવા માટે જી.એસ.એમ.એ. મોબાઇલ ઓપરેટરો અને તેમના ભાગીદારો સાથે વૈશ્વિક સ્તરે કાર્ય કરે છે. જી.એસ.એમ.એ. અને સર્વિસ પ્રોવાઇડરો સાથે મળીને મહત્વપૂર્ણ સમાજિક-આર્થિક લાભો આપી શકે છે અને અસંખ્ય મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવાની સાથે મોબાઇલ ઉદ્યોગ માટે મોટા પ્રમાણમાં રહેલી બજારની તકોનો પણ લાભ મેળવી શકે છે.

ડિજીટલ સમાવેશ માટે જિયોના ફોક્સ અંગે વાત કરતાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ડાયરેક્ટર ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે, પાછલા એક દશકમાં મોબાઇલ અને ઇન્ટરનેટ ટેકનોલોજીની વૃધ્ધિ ખૂબ જ ઝડપી અને નોંધપાત્ર રહી છે. તે મહિલાઓના સશક્તિકરણ માટે અતુલ્ય તકો પૂરી પાડે છે અને માહિતી અને શિક્ષણની પહોંચ, ફાયનાન્શ્યલ ઇન્ક્લુઝનને મદદ કરીને અને જીવનને સમૃધ્ધ બનાવતી સેવાઓ તથા રોજગારીની તકો પૂરી પાડીને તે જીવનમાં પરિવર્તન લાવી શકે છે. આ જ કારણે જિયોની સંકલ્પના રજૂ કરવામાં આવી હતી અને તમામ ભારતીયોનું આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે અમે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

ભારતનો પોતાનો સ્માર્ટફોન જિયોફોન ડિજીટલ સમાવેશની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે, જેણે અનેક પ્રથમ વખત મોબાઇલનો ઉપયોગ કરી રહેલા લોકોને ડિજીટલ લાઇફમાં આવરી લીધા છે. માત્ર રૂ.501 (લગભગ 7 ડોલર)ની કિંમતે અને રૂ.49ના માસિક ખર્ચ સાથે અમર્યાદિત વોઇસ અને ડેટા સર્વિસ પૂરી પાડતો જિયોફોન વધારેને વધારે લોકોને ડિજીટલ સર્વિસનો ઉપયોગ કરવા પ્રોત્સાહન પૂરું પાડે છે અને સક્ષમ પણ બનાવે છે.

જિયોએ દેશમાં લાખો મહિલાઓને ડિજીટલ રીતે સશક્ત બનાવવા માટે અનેક સરકારી પહેલોમાં ભાગીદારી નોંધાવી છે.

Share: