ત્રીજી બિનસત્તાવર વનડે : ઇન્ડિયા એ ટીમે વેસ્ટ ઇન્ડીઝ એ ટીમને ૧૪૮ રનથી હરાવ્યું

July 17, 2019
 156
ત્રીજી બિનસત્તાવર વનડે : ઇન્ડિયા એ ટીમે વેસ્ટ ઇન્ડીઝ એ ટીમને ૧૪૮ રનથી હરાવ્યું

કેપ્ટન મનીષ પાંડે (૧૦૦) ની શાનદાર સદી બાદ કૃણાલ પંડ્યા (૫ વિકેટ) ની શાનદાર બોલિંગના આધારે ઇન્ડિયા એ ટીમે ત્રીજી બિનસત્તાવર વનડે મેચમાં વેસ્ટ ઇન્ડીઝ એ ટીમને ૧૪૮ રનથી હરાવી દીધું હતું. ઇન્ડિયા એ ટીમની સીરીઝમાં આ સતત ત્રીજી જીત હતી. તેની સાથે જ ઇન્ડિયા એ ટીમે પાંચ મેચની વનડે સીરીઝમાં ૩-૦ ની અજેય લીડ બનાવી લીધી છે.

ઇન્ડિયા એ ટીમે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં છ વિકેટ ગુમાવી ૨૯૫ રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ એ ટીમ ૧૪૭ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

કેપ્ટન મનીષ પાંડેએ ટોસ જીત પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર બેટ્સમેન અનમોલ પ્રીત સિંહ ચાર બોલ રમ્યા બાદ ૧૩ રનના કુલ સ્કોર પર આઉટ થઈ ગયા હતા. બીજા ઓપનર બેટ્સમેન શુભમન ગીલ (૭૭) એ શ્રેયસ અય્યર (૪૭) ની સાથે મળી સદીની ભાગીદારી કરી હતી.

બંનેએ ટીમનો સ્કોર ૧૨૨ સુધી પહોંચાડ્યો હતો. ઇન્ડિયા એ ટીમે બીજી વિકેટ શુભમન ગીલના રૂપમાં ગુમાવી અને જેમને પોતાની ઇનિંગમાં ૮૭ બોલનો સામનો કરી આઠ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.

શ્રેયસ અય્યર પણ ૧૩૭ ના કુલ સ્કોર પર ત્રણ રનથી પોતાની અડધી સદી ચુકી ગયા હતા. અંતમાં હનુમા વિહારીએ ૨૯ અને ઇશાન કિશને ૨૪ રન બનાવી સારો સાથ આપ્યો હતો.

૨૯૬ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝ એ ટીમના સર્વોચ્ય સ્કોરર ૧૦ માં નંબરના બેટ્સમેન કીમો પોલ રહ્યા હતા. કીમો પોલે ૧૬ બોલમાં બે ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી ૩૪ રનની ઝડપી ઇનિંગ રમી હતી.

તેના સિવાય ઓપનર બેટ્સમેન સુનીલ એમ્બ્રીસે ૩૦ અને જોન કેમ્પબેલે ૨૧ રનનું યોગદાન આપ્યું હતું. ટીમના મધ્યક્રમને કૃણાલ પંડ્યાએ વેરવિખેર કરી દીધું હતું. તેમના સિવાય નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, આવેશ ખાને એક-એક વિકેટ લીધી હતી. હનુમા વિહારીને બે-બે વિકેટ મળી હતી.

Share: