મુંબઈ અને ઉરી હુમલાના માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદની પાકિસ્તાનમા ધરપકડ

July 17, 2019
 686
મુંબઈ અને ઉરી હુમલાના માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદની પાકિસ્તાનમા ધરપકડ

મુંબઈ ૨૬-૧૧ હુમલાનો માસ્ટર માઈન્ડ અને યુએન દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરાયેલા હાફીદ સઈદની પાકિસ્તાનમાં ધરપકડ કરવામા આવી છે. ભારતના ૨૬-૧૧ અને ઉરી હુમલાના મુખ્ય કાવતરાખોર હાફીઝ સઈદને પાકિસ્તાન પર આંતર રાષ્ટ્રીય દબાણ વધતા ગાળીયો ક્સાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ લાહોરથી ગુંજરાવાલા જઈ રહેલા હાફીઝ સઈદની ધરપકડ કરી છે. ભારતે આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર સર્જેલું દબાણ કારણભૂત માનવામા આવી રહ્યું છે. હાફીઝ સઈદને ધરપકડ બાદ ન્યાયિક હિરાસતમાં મોકલ્યો છે. હાફીઝ સઈદની ધરપકડ ટેરર ફંડના કેસમાં કરવામાં આવી છે.

વોન્ટેડ આતંકી હાફિઝ સઈદની પાકિસ્તાનના પંજાબના પોલીસના સીટીડી વિભાગે કરી છે. પાકિસ્તાનના સીટીડીએ હાફીઝ સહિત જમાતના ૧૩ નેતાઓ વિરુદ્ધ ૨૩ કેસ નોંધાયા હતા. સુત્રોના મતે પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા માટેની તજવીજ કરી રહ્યું છે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઈમરાન ખાન પોતાની ઈમેજ સુધારવા માંગે છે.

પાકિસ્તાને આ પૂર્વે જ છેલ્લા ત્રણ માસથી બંધ તેના એરસ્પેસને ખોલી દીધું છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરના પુલવામાં ખાતે સીઆરપીએફ ની બસ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભારતના ૪૪ વીર જવાનો શહીદ થયા હતા.

આ હુમલાના જવાબમાં ભારતે એરસ્ટ્રાઇક કરી હતી. પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇકમાં ૨૫૦ આતંકવાદીઓને ઠાર મરાયાના અહેવાલો હતા. આ ઘટના બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો વચ્ચે દીવાલ ઉભી થઈ હતી. જેની બાદ ભારતે પાકિસ્તાને એકબીજા માટે એરસ્પેસ બંધ કરી હતી. આ ઘટના બાદ ગઈકાલે જ પાકિસ્તાને ભારતના વિમાનો માટે એરસ્પેસ ખોલી દીધી હતી.

Share: