પીએમ મોદીના શપથ ગ્રહણ પૂર્વે નીતીશ કુમારે આપ્યા હતા આરએસએસની માહિતી એકત્ર કરવાના આદેશ

July 20, 2019
 1337
પીએમ મોદીના શપથ ગ્રહણ પૂર્વે નીતીશ કુમારે આપ્યા હતા આરએસએસની માહિતી એકત્ર કરવાના  આદેશ

બિહારના મુખ્યમંત્રીએ ભાજપ અને આરએસએસના નેતાઓની માહિતી ગુપ્ત રીતે એકત્ર કરવાની સુચના આપી હોવાની વિગતો સામે આવી છે. જેમાં લોકસભા ચુંટણીના પરિણામ જાહેર થયા બાદ નીતીશ કુમારે રાજયના ગુપ્તચર વિભાગને આદેશ આપ્યો હતો. જેમા પીએમ મોદીની શપથવિધિના બે દિવસ પૂર્વે જ તેમણે આરએસએસ નેતાઓ સાથે જોડાયેલી જાણકારી નીકાળવાનો આદેશ આપ્યો હતો.

એક વેબસાઈટ અનુસાર સ્પેશયલ બ્રાંચના એસપી દ્વારા જાહેર કરવામા આવેલા પત્રમાં આરએસએસના પદાધિકારીઓ સહિત ૧૯ સંગઠનોની વિસ્તૃત જાણકારી આપવાનો આદેશ આપ્યો હતો.

આ લેટરમા આરએસએસના નેતાઓના નામ, એડ્રેસ, પદ અને વ્યવસાયની જાણકારી નીકાળવા માટે કહેવામા આવ્યું હતું. આ સમગ્ર મામલાથી હવે જેડીયુનો પક્ષ સ્પષ્ટ થઈ ગયો છે. જયારે જેડીયુ નેતા કે.સી. ત્યાગીને આ બાબતને રૂટીન ગણાવીને કહ્યું કે રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ સમય સમય પર આ પ્રકારના કાર્ય કરે છે. તેથી તેને કોઈ સંગઠનનું અપમાન ના ગણવું જોઇએ.

આ પત્ર અનુસાર આરએસએસ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, હિંદુ જાગરણ સમિતિ, ધર્મ જાગરણ સમન્વય સમિતિ, મુસ્લિમ રાષ્ટ્રીય મંચ, હિંદુ રાષ્ટ્ર સેના, રાષ્ટ્રીય સેવિકા સમિતિ, શીખા ભારતી, દુર્ગા વાહિની, સ્વદેશી જાગરણ મંચ, ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદુર સંઘ, ભારતીય રેલ્વે સંઘ, અખિલ ભારતીય વિધાર્થી પરિષદ, અખિલ ભારતીય શિક્ષક મહાસંઘ, હિંદુ મહાસભા, હિંદુ યુવા વાહિની, હિંદુ પુત્ર સંગઠન જેવા સંગઠનોના નામ સામેલ છે. તેમજ આ પત્રની નીચે લખવામા આવ્યું છે આને અતિ આવશ્યક સમજવું.

Share: