દુનિયામાં સ્પામ કોલ રિસીવ કરવામાં બીજા નંબર પર છે ભારત

December 19, 2018
 417
દુનિયામાં સ્પામ કોલ રિસીવ કરવામાં બીજા નંબર પર છે ભારત

ભારતીય મોબાઈલ ફોન યુઝર્સને કમર્શિયલ કોલ્સ અને મેસેજિસથી છુટકારો મેળવવો ઘણો મુશ્કેલ જોવા મળી રહ્યો છે. Truecaller ની ઇનસાઈટ સ્પેશલ રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૮ માં સ્પામ કોલ રિસીવ કરવાની બાબતમાં ભારતીય યુઝર્સ દુનિયાભરમાં બીજા સ્થાન પર રહ્યા છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે, ભારતીયો દ્વ્રારા રિસીવ કરવામાં આવેલ કોલ્સમાંથી ૬.૧ ટકા એટલે દરેક ૧૬ મી કોલ સ્પામ કોલ હતી. સરેરાશ ભારતીય મોબાઇલ ફોન યુઝર્સનને દરમહિને ૨૨.૩ સ્પામ કોલ્સ રિસીવ કરી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સ્પામ કોલ્સ માટે ૯૧ ટકા ટેલિકોમ કંપનીઓ જ જવાબદાર છે. કંપનીઓ અલગ-અલગ ઓફર્સને વેચવા માટે અને બ્લેન્સ રિમાન્ડર આપવા માટે લોકોને કોલ્સ કરે છે અને તેમાં ભારે વધારો થયો છે. જયારે ૭ ટકા સ્પામ કોલ સ્કેમ કોલર્સ અને ૨ ટકા કોલ ટેલિમાર્કેટિંગ કરે છે.

આ રિપોર્ટમાં સ્પેલ કોલ પ્રાપ્ત કરનાર દુનિયાભરના ટોપ ૨૦ દેશોની યાદી છે. ભારત ગયા વર્ષે જાહેર કરેલ આ રિપોર્ટમાં પ્રથમ સ્થાન પર હતું પરંતુ આ વર્ષે તે એક સ્થાન નીચે આવી ગયું છે. આ વર્ષની યાદીમાં બ્રાઝીલ પ્રથમ સ્થાન પર રહ્યું છે, જેમાં સ્પામ કોલની સંખ્યા ૮૧ ટકા વધી ગઈ છે. 

Share: