વર્લ્ડ ઈમોજી ડે : ભારતમાં ડેટિંગ એપ્સમાં સૌથી વધુ થઈ રહ્યા છે આ ૨ ઈમોજી

July 17, 2019
 370
વર્લ્ડ ઈમોજી ડે : ભારતમાં ડેટિંગ એપ્સમાં સૌથી વધુ થઈ રહ્યા છે આ ૨ ઈમોજી

૧૭ જુલાઈ એટલે કે આજે સંપૂર્ણ દુનિયામાં વર્લ્ડ ઈમોજી ડે મનાવવામાં આવી રહ્યો છે. વર્લ્ડ ઈમોજી ડે પર કંપની બોબલ એઆઈએ એક રિપોર્ટ શેર કરી છે કે, જેમાં ‘ખુશીના આંસુ’ અને ‘બ્લોઇંગ અ કિસ’ ઈમોજીને ભારતમાં સ્માર્ટફોન કન્વર્ઝન દરમિયાન સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.

રિપોર્ટ મુજબ કહેવામાં આવ્યું છે કે, તહેવારો અને રાષ્ટ્રીય તહેવારો દરમિયાન ઈમોજીનો ઉપયોગ ખુબ ઝડપથી જોવા મળ્યો છે. યુઝર્સ ઘણી વખત ખાવાની મજા લેતા સમયે ઈમોજીનો ઘણો ઉપયોગ કરે છે. જયારે ડેટિંગ એપ્સની વાત કરીએ તો આ દરમિયાન ખુશી જાહેર કરવા માટે પણ ફ્લોર્ટી અને રોમેન્ટિક ઈમોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

તેના સિવાય ૮ એવા ઈમોજીના વિશે પણ જાણવા મળ્યું છે કે, જેને લોકો ઘણી માત્રામાં ઉપયોગ કરે છે. તેમાં સમાઈલિંગ ફેસ વિથ હાર્ટ આઈઝ, કિસ માર્ક, ઓકે હેન્ડ, લાઉડલી ક્રાઈંગ ફેસ, બીમિંગ ફેસ વિથ સ્માઈલિંગ આઈઝ, થમ્સ અપ, ફોલ્ડેડ હેન્ડ્સ અને સ્માઈલિંગ ફેસ વિથ સનગ્લાસીસ વગેરે સામેલ છે.

Share: