અમેરિકાની આ ઈમારત છે રાષ્ટ્રપતિ ભવનથી પણ વધુ સુરક્ષિત, જાણો કારણ...

November 01, 2019
 861
અમેરિકાની આ ઈમારત છે રાષ્ટ્રપતિ ભવનથી પણ વધુ સુરક્ષિત, જાણો કારણ...

આમ તો દરેક દેશ સુરક્ષિત હોય છે પરંતુ વાત જયારે પણ સૌથી સુરક્ષિત જગ્યાની વાત આવે ત્યારે દરેક દેશનું રાષ્ટ્રપતિ ભવન તેમાં પ્રથમ સ્થાને હોય છે. પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં રાષ્ટ્રપતિ ભવનથી પણ વધુ એક સુરક્ષિત જગ્યા છે. આ ઈમારતની સુરક્ષામાં દિવસ-રાત હેલિકોપ્ટર લાગેલા રહે છે.

વાસ્તવમાં, અમેરિકામાં એક એવી ઈમારત છે, જેની સુરક્ષા રાષ્ટ્રપતિ ભવનથી પણ વધુ હોય છે. આ ઈમારતનું નામ કોર્ટ નોક્સ છે. આ એક અમેરિકી આર્મીની એક પોસ્ટ છે, જો કે કેંટુકી રાજ્યમાં છે અને આ એક લાખ નવ હજાર એકરમાં ફેલાયેલ છે. આ દુનિયાની સૌથી સુરક્ષિત ઇમારતોમાંથી એક માનવામાં આવે છે. તેનું ધાબુ સંપૂર્ણપણે બોમ્બ-પ્રૂફ છે. તેના પર કોઈપણ પ્રકારના બોમ્બ વિસ્ફોટની અસર થતી નથી. આ ઉપરાંત, તેની આસપાસ ઘણી પ્રકારની અલાર્મ સિસ્ટમ્સ લાગેલી છે. તેની સુરક્ષા અપાચે હેલિકોપ્ટર કરે છે. આ જગ્યાએ ખાસ પરવાનગી વગર કોઈ જઈ શકતું નથી.

વર્ષ ૧૯૩૨ માં આ ઈમારતનું નિર્માણ અમેરિકી આર્મી દ્વ્રારા કરવામાં આવ્યું હતું. અહીંની સુરક્ષા એટલી ચુસ્ત છે કે, અહીં કોઈ પણ વ્યક્તિ જઈ શકતું નથી. આ ઈમારત ચારોતરફથી દીવાલોથી ઘેરાયેલી છે, જે ઘણી મજબૂત મોટી ગ્રેનાઈટથી બનેલી છે. તેની સુરક્ષામાં લગભગ ૩૦ હજાર અમેરિકી સૈનિક દિવસ-રાત લાગ્યા રહે છે. વાસ્તવમાં, અહીં આટલી સિક્યોરીટી એટલા માટે છે કે, કેમકે એ એક ગોલ્ડ રિઝર્વ છે, જેમાં લગભગ ૪૨ લાખ કિલો સોનું રાખવામાં આવ્યું છે. તેના સિવાય અહીં અમેરિકી સ્વતંત્રતાનું જાહેરનામું, ગુટેનબર્ગની બાઈબલ અને અમેરિકી બંધારણની અસલી કોપી જેવી અંતિમ મહત્વપૂર્ણ બાબતો પણ રહેલી છે. અહીંનો દરવાજો ૨ ટનનો છે, જો કે એક કોડ દ્વ્રારા જ ખુલે છે.

Share: