અમિત શાહ અને નડ્ડાના હાથે ખેસ પહેરવાની અલ્પેશ ઠાકોરની ઈચ્છા અધૂરી રહી.

July 18, 2019
 442
અમિત શાહ અને નડ્ડાના હાથે ખેસ પહેરવાની અલ્પેશ ઠાકોરની ઈચ્છા અધૂરી રહી.

આખરે ઉત્તેજનાનો અંત આવ્યો છે. આજે બપોરે અલ્પેશ ઠાકોર અને ધવલસિંઘ ઝાલા તેમના સમર્થકો સાથે કેસરિયો ખેસ ધારણ કરશે. અત્યાર સુધી અલ્પેશ ઠાકોર સમાજ પર પ્રભુત્વ છે પણ ભાજપે માસ્ટર સ્ટ્રોક ખેલી અલ્પેશ ઠાકોરની રાજકીય ઈજ્જત ધૂળ ઘાણી કરી નાંખી છે. લોકસભાની ચૂંટણી વખતે રાજકીય ડીલ કરનાર અલ્પેશ ઠાકોરની ઈચ્છા હતી કે, અમિત શાહના હાથે કેસરિયો ખેસ પહેરે કેમ કે, ઠાકોર સેનાનું જયારે કોંગ્રેસમાં વિલીનીકરણ થતું ત્યારે અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધીના હાથે ખેસ પહેરી રાજકીય કદ પ્રસ્થાપિત કર્યું હતું.

આ વખતે તો એવી દશા છે કે, મુખ્યમંત્રી પણ હાજર નથી. તેઓ નીતિ આયોગ બેઠકમાં દિલ્હી ગયાં છે. માત્ર જીતુ વાઘાણી જ અલ્પેશ ઠાકોરને કેસરિયો ખેસ પહેરાવશે. આમ અલ્પેશ ઠાકોરની તમામ ઈચ્છા અધૂરી રહી છે.

Share: