વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલીએ કરી વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર જવાની જાહેરાત

July 18, 2019
 115
વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલીએ કરી વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર જવાની જાહેરાત

વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે રવાના થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તે આ દરમિયાન ૩ ટી-૨૦, ૩ વનડે અને ૨ ટેસ્ટ મેચની ભાગ હશે જેની શરૂઆત ૩ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ અગાઉ જાણવા મળ્યું હતું કે, વિરાટ કોહલી કદાચ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર જશે નહીં પરંતુ હવે આ વાતની પુષ્ટી થઈ ગઈ છે કે, તે ટીમની સાથે જોડાશે.

વિરાટ કોહલીનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તે સમયે તૂટી ગયું જયારે ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં ટીમને હરાવી વર્લ્ડ કપથી બહાર કરી દીધું હતું. હવે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસને જોતા વિરાટ કોહલીએ પસંદગીકર્તાને આ વાતની જાણકારી આપી દીધી છે કે, તે નાના ફોર્મેટ સાથે ટેસ્ટ મેચ પણ રમવા ઈચ્છે છે.

તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસથી નોન-સ્ટોપ રમી રહ્યા છે. તેમને ન્યુઝીલેન્ડ સામે ૨ વનડે અને ટી-૨૦ સીરીઝ માટે રેસ્ટ આપવામાં આવ્યા હતા. પરંતુ ઘરમાં ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ દરમિયાન તે ટીમથી જોડાઈ ગયા હતા.

ભારતનો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસનો કાર્યક્રમ

દિવસ

ટીમ

મેચ

સ્થાન

ભારતીય સમય

૩ ઓગસ્ટ ૨૦૧૯

ભારત વી. વેસ્ટ ઇન્ડીઝ

પ્રથમ ટી-૨૦

લોડરહિલ, ફ્લોરિડા

સાંજે ૮ વાગે

૪ ઓગસ્ટ ૨૦૧૯

ભારત વી. વેસ્ટ ઇન્ડીઝ

બીજી ટી-૨૦

લોડરહિલ, ફ્લોરિડા

સાંજે ૮ વાગે

૬ ઓગસ્ટ ૨૦૧૯

ભારત વી. વેસ્ટ ઇન્ડીઝ

ત્રીજી ટી-૨૦

પ્રોવીડેન્સ સ્ટેડીયમ, ગયાના

સાંજે ૮ વાગે

૮ ઓગસ્ટ ૨૦૧૯

ભારત વી. વેસ્ટ ઇન્ડીઝ

પ્રથમ વનડે

પ્રોવીડેન્સ સ્ટેડીયમ, ગયાના

સાંજે ૭ વાગે

૧૧ ઓગસ્ટ ૨૦૧૯

ભારત વી. વેસ્ટ ઇન્ડીઝ

બીજી વનડે

પ્રોવીડેન્સ સ્ટેડીયમ, ગયાના

સાંજે ૭ વાગે

૧૪ ઓગસ્ટ ૨૦૧૯

ભારત વી. વેસ્ટ ઇન્ડીઝ

ત્રીજી વનડે

પોર્ટ ઓફ સ્પેન, ત્રિનીદાદ

સાંજે ૭ વાગે

Share: