લેન્ડલાઇન યુઝર્સને ટ્રાયલમાં ફ્રી ડેટા આપી રહી છે બીએસએનએલ

July 18, 2019
 586
લેન્ડલાઇન યુઝર્સને ટ્રાયલમાં ફ્રી ડેટા આપી રહી છે બીએસએનએલ

બીએસએનએલે પોતાની લેન્ડલાઈન ગ્રાહકો માટે ૫ જીબી ફ્રી ટ્રાયલ ઓફરને એક વખત ફરીથી પુનરાવર્તિત કરી દીધું છે. કંપની યુઝર્સને કોઈ પણ રીતે ઇન્સ્ટોલેશન ચાર્જ આપ્યા વગર તેમને ૧૦ એમબીપીએસની સ્પીડથી દરરોજ ડાઉનલોડ માટે ૫ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. રિપોર્ટ મુજબ ૫ જીબી ડેટા ફ્રી ટ્રાયલ ઓફર અંડમાન અને નિકોબાર સર્કલને છોડી ભારતના બધા બીએસએનએલ લેંડલાઈન કસ્ટમર્સ માટે માન્ય છે.

તે લેંડલાઈન કસ્ટમર્સ માટે બીએસએનએલ આ ટ્રાયલ ઓફર લઈને આવી છે જેમને અત્યાર સુધી બ્રોડબેન્ડ કનેક્શન માટે સબ્સક્રાઈબ કર્યું નથી. આ ઓફરની વેલીડીટી એક મહિનાની છે અને ૩૧ જુલાઈ સુધી આ પ્રમોશનલ બેસિસ પર ઉપલબ્ધ રહેશે.

આ ઓફરના લાભ લેવા પર કંપની ના તો કોઈ ઇન્સ્ટોલેશન ચાર્જ લેશે અને ના તો કોઈ પણ રીતની સિક્યોરીટી ડીપોઝીટ, પરંતુ યુઝર્સની પાસે પોતાનું કસ્ટમર્સ પ્રીમીયમ ઈક્યુપમેંટ (CPE) અથવા મોડેમ હોવું જરૂરી છે.

Share: