ભારત ૨૨ જૂલાઈએ લોન્ચ કરશે ચંદ્રયાન- ૨, જાણો શું તેની ખાસિયતો ...
By:
vg.chandrakant
July 20, 2019
1271
Previous
Next
1. ભારત ૨૨ જૂલાઈએ લોન્ચ કરશે ચંદ્રયાન- ૨, જાણો શું તેની ખાસિયતો ...
ભારતીય અંતરીક્ષ એજન્સી ઈસરોએ પોતાના જીયોસીક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક -૩ મા આવેલી તકનીકી ખરાબીને ઠીક કરી લીધી છે. ઈસરોના જણાવ્યા અનુસાર હવે ૨૨ જુલાઈના રોજ બપોરે ૨. ૪૩ વાગે ચંદ્રયાન-૨ ને લોન્ચ કરવામા આવશે.આ પૂર્વે ૧૫ જુલાઈના રોજ ટેકનીકલ ખામી સર્જાતા ભારતના મહત્વના સ્પેશ લોન્ચને મોફૂફ રાખવામા આવ્યું હતું. ઇસરોએ આ માહિતી તેના સત્તાવાર ટ્વીટર આપી છે.
2. ભારત ૨૨ જૂલાઈએ લોન્ચ કરશે ચંદ્રયાન- ૨, જાણો શું તેની ખાસિયતો ...
અભિયાનની સફળતા માટે ભારત ચંદ્ર પર યાન ઉતારનારો ચોથો દેશ બનશે. આ પૂર્વે અમેરિકા, ચીન અને રૂસએ ચંદ્ર પર પોતાના યાન ઉતારી ચૂકયા છે. ભારતે આ પૂર્વે વર્ષ ૨૦૦૮માં ચંદ્રયાન-૧ મોકલ્યું હતું. આ અંતરીક્ષ યાનમાં ૧૦ મહિના સુધી ચંદ્રની આસપાસ પરિક્રમા કરી હતી. તેમજ અનેક પ્રયોગો કર્યા હતા. આ મિશનને ચંદ્ર પર પાણીની શોધનો શ્રેય જાય છે.
3. ભારત ૨૨ જૂલાઈએ લોન્ચ કરશે ચંદ્રયાન- ૨, જાણો શું તેની ખાસિયતો ...
ભારતે બનાવેલા ચંદ્રયાન-૨ પર ૬૦૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેને ઇસરોના સૌથી ભારે રોકેટ જીયોસીક્રોનિકસ સેટેલાઈટ લાંચ વ્હીકલ માર્ક -૩ યાનને લઈને રવાના થશે. આ રોકેટ પર ૩૭૫ કરોડનો ખર્ચ થયો છે. ૩.૮ ટન વજનનું રોકેટ ચંદ્રયાન -૨ ને લઈને અંતરીક્ષમાં જશે.
4. ભારત ૨૨ જૂલાઈએ લોન્ચ કરશે ચંદ્રયાન- ૨, જાણો શું તેની ખાસિયતો ...
ચંદ્રયાન-૨ને ત્રણ હિસ્સામા વહેંચાવામા આવ્યું છે. જેમાં એક ઓર્બીટ, બીજો લેન્ડર અને ત્રીજો રોવર છે. ચંદ્રયાન-૨ના લેન્ડરનું નામ અંતરિક્ષ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના સન્માનમા રાખવામાં આવ્યું છે. લેન્ડરનું નામ વિક્રમ રાખવામા આવ્યું છે. જયારે રોવરનું નામ પ્રજ્ઞાન રાખવામાં આવ્યું છે જેનો અર્થ જ્ઞાન થાય છે.