સુઝુકીએ લોન્ચ કર્યું એક્સેસ ૧૨૫નું સ્પેશલ એડિશન, જાણો તેની કિંમત

July 19, 2019
 868
સુઝુકીએ લોન્ચ કર્યું એક્સેસ ૧૨૫નું સ્પેશલ એડિશન, જાણો તેની કિંમત

સુઝુકીએ ભારતમાં પોતાનું વેચાણ બનાવી રાખવા માટે એક્સેસ ૧૨૫ ના સ્પેશલ એડિશને લોન્ચ કરી દીધું છે. નવા એક્સેસ ૧૨૫ ની કિંમત ૬૧,૭૮૮ રૂપિયા (એક્સ શોરૂમ) રાખવામાં આવી છે. કંપનીએ તેની ડીઝાઈનમાં કેટલાક સામાન્ય ફેરફાર કર્યા છે જયારે કેટલાક નવા ફિચર્સને પણ જોડ્યા છે. સુજીકી નવી એક્સેસ ૧૨૫ ને માત્ર ટોપ સ્પોક ડિસ્ક બ્રેક વેરિએન્ટમાં ઉપલબ્ધ કરાવશે. તેની કિંમત સ્ટાન્ડર્ડ વેરિએન્ટની સરખામણીમાં ૧૬૦૦ રૂપિયાથી વધુ રાખવામાં આવી છે.

કંપનીએ નવી સુઝુકી એક્સેસ ૧૨૫ માં એક સ્પેશલ એડિશનનો બેજ આપ્યો છે તથા એલોય વ્હીલ્સને બ્લેક રંગમાં રાખવામાં આવ્યા છે. સ્ટાન્ડર્ડ વેરિએન્ટથી અલગ બનાવવા માટે તેમાં કોમ મિરર લગાવ્યા છે તથા કંપનીએ મોબાઈલ ચાર્જ કરવા માટે ડીસી સોકેટની સુવિધા પણ આપી છે. આ સ્કુટરમાં લાંબી સીટ અને શાનદાર એન્જિન લગાવવામાં આવ્યું છે જે તેને બજારમાં એક લોકપ્રિય 125cc સ્કુટર બનાવે છે.

Share: