રિલાયન્સ જિયો બની દેશની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની

July 20, 2019
 617
રિલાયન્સ જિયો બની દેશની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની

દેશના સૌથી અમીર વ્યકિત મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ગ્રાહકોની બાબતમાં પોતાની પ્રતિસ્પર્ધી ભારતી એરટેલને પાછળ છોડી દીધી છે. ટ્રાઈ દ્વ્રારા જાહેર આધિકારિક આંકડાઓ મુજબ મે-૨૦૧૯ માં રિલાયન્સ જિયો દેશની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની બની ગઈ છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) દ્વ્રારા જાહેર ટેલીકોમ માસિક ગ્રાહકોની રિપોર્ટ મુજબ મે ૨૦૧૯ માં રિલાયન્સ જિયોના કુલ ગ્રાહકોની સંખ્યા વધીને ૩૨,૨૯૮૭,૫૬૭ થઈ ગઈ છે. જયારે બીજી તરફ ભારતી એરટેલની ગ્રાહકોની સંખ્યા મે-૨૦૧૯ માં ઘટીને ૩૨,૦૩,૮૩,૩૫૮ રહી ગઈ છે.

ટ્રાઈની નવીનતમ રીપોર્ટ મુજબ મે-૨૦૧૯ માં રિલાયન્સ જિયોએ પોતાના નેટવર્કમાં ૮૧,૮૦૩૪૮ નવા ગ્રાહકોને સામેલ કર્યા છે. જયારે બીજી તરફ એરટેલે આ દરમિયાન પોતાના ૧૫,૦૮,૩૭૪ ગ્રાહક ગુમાવ્યા છે. આ અગાઉ એપ્રિલ-૨૦૧૯ માં ભારતી એરટેલના કુલ ગ્રાહકોની સંખ્યા ૩૨,૧૮,૯૧,૭૩૨ હતી, જયારે રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા આ દરમિયાન ૩૧,૪૮,૦૭,૨૧૯ હતી.

ટ્રાઈએ જણાવ્યું છે કે, મે મહિનામાં દેશમાં કેટલાક વાયરલેસ ગ્રાહકોનો આધાર ઘટી ગયો છે. મે-૨૦૧૯ માં દેશમાં કુલ ૧,૧૬,૧૮,૫૯,૬૨૧ મોબાઈલ ગ્રાહક છે, જોકે એપ્રિલમાં ૧,૧૬,૨૨,૯૮,૨૭૬ હતી. એક મહિના દરમિયાન કુલ મોબાઈલ સંખ્યામાં ૪,૩૮,૬૫૫ ની ઉણપ આવી છે. વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સંખ્યા પણ મેમાં ઘટી છે, પરંતુ તો પણ આ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બની ગઈ છે. એપ્રિલમાં વોડાફોન આઈડિયાના કુલ ગ્રાહકોની સંખ્યા ૩૯,૩૨,૫૪,૮૭૧ હતી, જે મેમાં ઘટીને ૩૮,૭૫,૫૬,૮૭૩ રહી ગઈ છે. મેમાં વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સંખ્યા ૫૬,૯૭,૯૯૮ ઘટી છે.

રિલાયન્સ જિયો બાદ માત્ર સાર્વજનિક ક્ષેત્રની બીએસએનએલ એવી એકલી ટેલિકોમ્યુનિકેશન કંપની છે, જેના મે મહિનામાં ગ્રાહકો વધ્યા છે. મેમાં બીએસએનએલના ગ્રાહકોની સંખ્યા વધીને ૧૧,૫૮,૯૫,૨૮૭ થઈ ગઈ, જે એપ્રિલમાં ૧૧,૫૮,૯૩,૧૬૩ હતી. મેમાં બીએસએનએલે ૨૧૨૫ નવા ગ્રાહક પોતાના નેટવર્કમાં જોડ્યા છે.

Share: