પંજાબમાં જિયોનો દબદબો બરકરાર, ૧.૨૨ કરોડ ગ્રાહકો સાથે સૌથી આગળ

July 22, 2019
 243
પંજાબમાં જિયોનો દબદબો બરકરાર, ૧.૨૨ કરોડ ગ્રાહકો સાથે સૌથી આગળ

રિલાયન્સ જિયો ૧.૨૨ કરોડ ગ્રાહકોની સંખ્યાના આધારે પંજાબમાં માર્કેટ લીડર બનેલું છે અને દરમહિને તેમના ગ્રાહકોમાં વધારો થઈ રહ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) દ્વ્રારા જાહેર કરવામાં આવેલ નવીનતમ દૂરસંચાર સબ્સ્ક્રિપ્શન આંકડા અનુસાર જિયો સતત પંજાબમાં પોતાનો દબદબો બનાયેલો છે.

પંજાબમાં પોતાના સૌથી મોટા ૨જી અને ૪જી નેટવર્કના કારણે રાજ્યના યુવાઓ અને વિશેષ રૂપથી ગ્રામીણ વિસ્તારોમાં જિયો ફોનની સફળતા સાથે મોટી સંખ્યામાં અપનાવવાના લીધે તેમના મેં મહિનામાં લગભગ ૧ લાખ નવા ગ્રાહક જોડાઈ ગયા છે.

જયારે એરટેલે આ દરમિયાન ૫૦,૦૦૦ ગ્રાહકો ગુમાવ્યા છે. વોડાફોન-આઈડિયાએ આ દરમિયાન પંજાબ સર્કલમાં ૩૦,૦૦૦ ગ્રાહક પોતાના નેટવર્કથી જોડ્યા છે જ્યારે બીએસએનએલે ૩૫,૦૦૦ ગુમાવ્યા છે. પંજાબ સર્કલમાં પંજાબ સાથે ચંદીગઢ અને પંચકુલા પણ સામેલ છે.

ટ્રાઈ રિપોર્ટ અનુસાર ૩૧ મે ૨૦૧૯ સુધી જિયો પંજાબમાં ૧.૨૨ કરોડ ગ્રાહકો સાથે સૌથી મનપસંદ અને અગ્રણી ટેલીકોમ ઓપ્રેટર છે, ત્યાર બાદ વોડાફોન-આઈડિયા ૧.૧૦ કરોડ ગ્રાહકોની સાથે બીજા, લગભગ ૧ કરોડ ગ્રાહકો સાથે એરટેલ ત્રીજા અને બીએસએનએલ ૫૫,૦૦૦ ગ્રાહકો સાથે ચોથા નંબર પર છે.

Share: