ટીક ટોક યુઝર્સ માટે સારા સમાચાર, હવે ભારતમાં સ્ટોર થશે યુઝર્સનો ડેટા

July 23, 2019
 628
ટીક ટોક યુઝર્સ માટે સારા સમાચાર, હવે ભારતમાં સ્ટોર થશે યુઝર્સનો ડેટા

જો તમે પણ ટીક ટોક એપનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. ટીક ટોકની પેરેન્ટ કંપની બાઈટડાંસે જાહેરાત કરતા જણાવ્યું છે કે, કંપની જલ્દી ભારતમાં પોતાનું ડેટા સેન્ટર ખોલશે, જ્યાં યુઝર્સનો ડેટા સેવ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ટીક ટોકના મંથલી ૧૨૦ મીલીયન એક્ટીવ યુઝર્સ છે. આ વાત પર ધ્યાન આપતા કંપની હવે ભારતમાં સર્વર લગાવી રહી છે.

આ કારણ માટે લેવામાં આવ્યો છે આ મહત્વ પૂર્ણ નિર્ણય

ભારત સરકારે ટીક ટોકને એક પત્ર લખી પૂછ્યું હતું કે, કંપની કેવી રીતે યુઝર્સના ડેટાને સ્ટોર કરે છે. ટીક ટોકના કન્ટેન્ટ પર ભારતમાં ઘણી વખત સવાલ ઉઠી ચુક્યા છે. આ વાત પર ધ્યા આપતા હવે ભારતમાં ડેટા સેન્ટર લગાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ટીક ટોક અને હેલોને સરકારે અરજી મોકલી ૨૧ સવાલોના જવાબ માંગ્યા છે. તેની સાથે જ તેમના જવાબ નહીં આપવા પર તેમને પતિબંધનો સામનો કરવો પડશે તેની ચેતવણી પણ આપી દીધી છે. તેમ છતાં ટીકટોકે જણાવ્યું છે કે, તે સરકાર સાથે સહકાર માટે પ્રતિબદ્ધ છે.

Share: