આ દુનિયાનો સૌથી કિંમતી સાપ છે

October 30, 2019
 949
આ દુનિયાનો સૌથી કિંમતી સાપ છે

દુનિયામાં ઘણા એવા સાપ છે જેનું વેચાણ કરોડોમાં થાય છે. આજે અમે તમને એક એવા સાપ વિશે બતાવવા જઈ રહ્યા છે જે દુનિયાનો સૌથી મોંઘો સાપ છે. આ પ્રજાતિના સાપ આમ તો ઘણા રંગના હોય છે પરંતુ લીલા અને વાદળી રંગના પાયથનની સૌથી વધુ ડીમાંડ છે. અઝગરની આ પ્રજાતિ અત્યંત દુર્લભ છે.

પાયથન સાપની આ સૌથી મોંઘી પ્રજાતિ ઇન્ડોનેશિયાના ટાપુઓ, ન્યૂ ગિની અને ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આ સાપ સામાન્ય તરીકે ઓછો જોવા મળે છે. એક વેબસાઈટ મુજબ, આ પાયથન ખુબ પ્રખ્યાત પ્રાણીઓમાંથી એક છે. ૨ મીટર લાંબો ગ્રીન ટ્રી પાયથનનો વજન લગભગ દોઢ કિલો હોય છે. આ સરિસૃપ અને કીડા-મકોડા ખાઈને પોતાની પેટ ભરે છે.

ઇન્ડોનેશિયામાં આ સાપ ખુબ જ ખુબ જ પ્રખ્યાત છે અને ભારી માંગ અને કિંમત હોવાના કારણે તેની દાણચોરી પણ કરવામાં આવે છે. મલેશિયન કરન્સી રિંગિતમાં દુર્લભ ગ્રીન ટ્રી પાયથનની કિંમત લગભગ RM ૧.૮ મીલીયન (૩ કરોડ રૂપિયા) છે.

Share: