નેટફ્લિક્સે ભારતમાં પ્રસ્તુત કર્યો સૌથી સસ્તો પ્લાન

July 24, 2019
 580
નેટફ્લિક્સે ભારતમાં પ્રસ્તુત કર્યો સૌથી સસ્તો પ્લાન

પ્રખ્યાત વિડીયો સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ (Netflix) પોતાના ગ્રાહકો માટે સસ્તી ઓફર પ્રસ્તુત કરી છે. કંપનીએ ગ્રાહકો માટે ‘ગો મોબાઈલ’ (Go Mobile) પ્લાનને લોન્ચ કર્યો છે, જેની કિંમત ૧૯૯ રૂપિયા છે. આ પ્લાનમાં ગ્રાહકોને માત્ર SD ક્વોલીટી મળશે. તેની સાથે યુઝર્સ માત્ર એક સ્ક્રીનમાં જ આ પ્લાનનો ઉપયોગ કરી શકશે. આ પ્લાનમાં યુઝર્સને માત્ર એક મહિનાની જ વેલીડીટી મળશે.

નેટફ્લિક્સનો ૧૯૯ રૂપિયાનો પ્લાન

કંપનીએ આ નવા પ્લાનનું નામ ગો મોબાઈલ રાખ્યું છે એટલે આ પ્લાનને માત્ર એક સ્ક્રીનમાં સ્માર્ટફોન્સમાં જ યુઝ કરી શકશે. કંપની છેલ્લા થોડા દિવસોથી ભારતમાં ૨૫૦ રૂપિયા વાળા પ્લાનની ટેસ્ટિંગ સ્માર્ટફોન્સ માટે કરી રહી હતી. તેમ છતાં ટેસ્ટીંગ દરમિયાન પ્લાનની કિંમત ૨૫૦ રૂપિયા રાખી છે. ૧૯૯ રૂપિયા વાળા નવા પ્લાનને યુઝ કરતા સમયે ટીવીમાં કાસ્ટ કરી શકાશે નહીં.

નવા પ્લાનની ખાસિયત

કંપની પહેલા ભારત માટે વિકલી પ્લાનની પણ ટેસ્ટિંગ કરી રહી હતી. તેમ છતાં હવે કંપનીએ સ્પસ્ટ કરી દીધું છે કે, માત્ર મહિનાના પ્લાનને જ ઉતારવામાં આવશે. નવા ૧૯૯ રૂપિયા વાળા પ્લાનની ખાસ વાત એ છે કે, આ જુના સ્માર્ટફોન્સ અને સસ્તા સ્માર્ટફોન્સમાં પણ ચલાવી શકાશે. તેમ છતાં તેમાં માત્ર ૪૮૦p પર SD કન્ટેન્ટનો જ સપોર્ટ મળશે અને યુઝર્સ એચડી અથવા ૭૨૦p અથવા તેનાથી વધુના રિઝોલ્યુશન પર કન્ટેન્ટ જોઈ શકશે નહીં.

Amazon ને આપશે ટક્કર

કંપનીએ જાણકારી આપી દીધી છે કે, સંપૂર્ણ દુનિયાનો મુકાબલો ભારતીય યુઝર્સ નેટફ્લિક્સ માટે સ્માર્ટફોન્સમાં વધુ લોગ-ઇન કરે છે. ભારતમાં પ્રથમ નેટફ્લિક્સના પ્લાન્સની શરૂઆતી કિંમત ૫૦૦ રૂપિયાથી હતી. એવામાં આ ભારતીય બજારમાં સૌથી મોંઘુ ઓનલાઈન સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ હતું અને તેનો મુક્બાલો સૌથી વધુ Amazon પ્રાઈમ વિડીયોથી હતો. એમેઝોન પ્રાઈમ વિડીયો માટે ભારતમાં શરૂઆતી કિંમત ૧૨૯ રૂપિયા છે.

Share: