...તો ટુંકમા જ લોકો કરી શકશે વોટ્સએપ પેથી પેમેન્ટ

July 25, 2019
 577
...તો ટુંકમા જ લોકો  કરી શકશે વોટ્સએપ પેથી પેમેન્ટ

વ્હોટ્સએપ ખુબ જ જલ્દી યુપીઆઈ બેસ્ડ પેમેન્ટ સર્વિસ લોન્ચ કરવાની છે. વ્હોટ્સએપના ગ્લોબલ હેડ Will Cathcart એ નવી દિલ્હીમાં આયોજીત એક ઇવેન્ટમાં આ વાતની જાણકારી આપી દીધી હતી. આ ઇવેન્ટમાં Will Cathcart ની સાથે નીતિ કમિશનના ચેરમેન અમિતાભ કાંત પણ હાજર રહ્યા હતા. ઇવેન્ટનો મુખ્ય ફોકસ આ વાત પર હતો કે, વ્હોટ્સએપ કેવી રીતે લોકોને કનેક્ટ કરી રહી છે. કેથકાર્ટે જણાવ્યું છે કે, “ભારતમાં ડીઝીટલ ઇન્ક્લુઝનને વધારવા માટે અમે બધા નિયમોનું પાલન કર્યા બાદ આ વર્ષના અંત સુધી સંપૂર્ણ દેશમાં પે સર્વિસ લોન્ચ કરી શકીએ છીએ. દેશની ડીઝીટલ પેમેન્ટ ઇન્ડસ્ટ્રી ૨૦૨૩ સુધી વધીને ૧ ટ્રીલીયન ડોલર હોઈ શકે છે.”

વ્હોટ્સએપ બીઝનેસના વિશેમાં Will Cathcart એ જણાવ્યું છે કે, ભારતમાં વ્હોટ્સએપ બીઝનેસ ઘણો ઝડપથી ગ્રો કરી રહ્યો છે. નાના બીઝેનેસ વ્હોટ્સએપ દ્વ્રારા પોતાના ગ્રાહકોને કનેક્ટ કરી રહ્યા છીએ. તેની સાથે જ તેમને વ્હોટ્સએપ પેમેન્ટના વિશેમાં પણ જણાવ્યું હતું.

વ્હોટ્સએપ પેમેન્ટના વિશેમાં વાતચીત દરમિયાન Will Cathcart એ જણાવ્યું છે કે, “વ્હોટ્સએપ પેમેન્ટથી કોઈને વ્હોટ્સએપ પર પેમેન્ટ કરવું મેસેજની જેમ સરળ હશે. અમે આ સર્વિસ ભારતમાં આ વર્ષના શરૂ કરવાના છીએ.”

નીતિ કમિશનના સીઇઓ અમિતાભ કાંતે જણાવ્યું છે કે, ભારતમાં વ્હોટ્સએપ પેના ઘણા યુઝર્સ છે એટલા માટે કંપની અહીં વ્હોટ્સએપ પે શરુ કરવા ઈચ્છે છે. અમે તેનું ભારતમાં સ્વાગત કરીએ છીએ. આ લોકો માટે ટ્રાન્જેક્શન માટે સરળ રીત હશે.”

વાસ્તવમાં વ્હોટ્સએપ પેને ભારતમાં લોન્ચ કરવાને લઈને ઘણા દિવસોથી વાત ચાલી રહી હતી. તેની ટેસ્ટિંગ પણ કરવામાં આવી હતી પરંતુ ડેટા લોકલાઈઝેશનને લઈને બાબત રોકાયેલી હતી. પરંતુ હવે તેને લઈને માર્ગ સાફ થઈ ગયો છે.

આ ઇવેન્ટથી તે સ્પષ્ટ છે કે, કંપની ભારતમાં વ્હોટ્સએપ બીઝનેસ પર વધુ ફોક્સ કરી રહી છે. આ ઇવેન્ટમાં ઘણા નાના બીઝનેસના હેડને પણ બોલાવવામાં આવ્યા જેમને જણાવ્યું કે, વ્હોટ્સએપ તેમના બીઝનેસમાં કેવી રીતે મદદ કરી રહી છે.

Share: