નિયમોના ઉલ્લંઘન કરવા પર ટીકટોકે દુર કર્યા ૬૦ લાખ વિડિયોઝ

July 26, 2019
 613
નિયમોના ઉલ્લંઘન કરવા પર ટીકટોકે દુર કર્યા ૬૦ લાખ વિડિયોઝ

યુઝર્સને ટીકટોક એપનો ઉપયોગ કરતા સમય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. યુઝર્સ દ્વ્રારા ખોટી રીતે એપનો ઉપયોગ કરવા પર ટીકટોકે પોતાના પ્લેટફોર્મથી તે ૬૦ લાખ વિડિયોઝને દુર કરી દીધા છે જે કન્ટેન્ટ ગાયલાઇન્સનું ઉલ્લઘન કરી રહ્યા હતા. ટીકટોકના એક ટોપ અધિકારીએ જણાવ્યું છે કે, ટીકટોક પર ગેરકાયદેસર અને અશ્લીલ કન્ટેન્ટને રોકવા માટે કંપનીએ પોતાની સંપૂર્ણ વ્યવસ્થાને મજબૂત બનાવી છે. તેના માટે હવે નિયમોના ઉલ્લંઘન કરનાર વિડિયોઝને દુર કરવામાં આવી રહ્યા છે.

વિડીયો દુર કરવા પાછળનું કારણ

ટીકટોક એપને લઈને ભારતમાં ઘણો વિરોધ જોવા મળી રહ્યો છે. સરકારે પણ તાજેતરમાં નોટીસ મોકલી ટીકટોકથી બે ડઝન સવાલોના જવાબ માંગ્યા છે. તેમાં ગેરકાયદેસર તરીકે બાળકોના અશ્લીલ કન્ટેન્ટ અને રાષ્ટ્ર-વિરોધી કન્ટેન્ટના ઉપયોગ પર સવાલ કરવામાં આવ્યો છે.

કંપનીનું નિવેદન

ટીકટોક ઇન્ડિયાના સેલ્સ અને પાર્ટનરશીપ ડાયરેક્ટર સચિન શર્માએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ટીકટોક દ્વ્રારા યુઝર્સ પોતાના ટેલેન્ટ અને ક્રિએટીવીટીને દેખાડે છે અને તેને સુરક્ષીત રીતે દેખાડવામાં આવે તેના માટે અમે પ્રતિબદ્ધ છીએ. ટીકટોક કોઈ પણ રીત ના એવા કન્ટેન્ટને પ્રમોટ કરતી નથી જે કમ્યુનીટીની ગાઈડલાઈન્સનો ઉલ્લંઘન કરે.

Share: