ટીકટોકને રિપ્લેસ કરવા માટે ઝી૫એ લોન્ચ કરી શોર્ટ વિડીયો મેકિંગ એપ હાઈપાઈ

July 02, 2020
 400
ટીકટોકને રિપ્લેસ કરવા માટે ઝી૫એ લોન્ચ કરી શોર્ટ વિડીયો મેકિંગ એપ હાઈપાઈ

ભારત સરકારે તાજેતરમાં ૫૯ ચાઇનીઝ એપને પ્રતિબંધિત કરી દીધી છે જેમાં શોર્ટ વિડીયો મેકિંગ એપ ટીકટોક પણ સામેલ છે. તકને જોતા ઓટીટી પ્લેટફોર્મ ઝી૫એ પોતાની શોર્ટ વિડીયો મેકિંગ એપ હાઈપાઈને જલ્દી પ્રસ્તુત કરવાની જાહેરાત કરી દીધી છે.

ઝી૫નું કહેવું છે કે, હાઈપાઈ એપને યુઝર્સની જરૂરતોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે અને અમે તેને આત્મનિર્ભર ભારત હેઠળ બનાવી છે. તેને જલ્દી ઉપલબ્ધ કરવામાં આવશે. કંપનીએ એપ વિશે કોઈ વિગતવાર માહિતી આપી નથી, તેમ છતાં હાઈપાઈના સામે આવેલી એક સ્ક્રીનશોટ પરથી ખબર પડે છે કે, યુઝર્સને એપમાં રજીસ્ટ્રેશન તો કરવું જ પડશે.

તમને જણાવી દઈએ કે, ટીકટોક એપના વિકલ્પમાં ચિંગારી એપ ભારતમાં ખુબ જ લોકપ્રિય થઈ ગઈ છે અને જોત જોતામાં તેની ડાઉનલોડ્સની સંખ્યા ૩૦ લાખ સુધી પહોંચી ગઈ છે. હવે ચિંગારી એપની વેબસાઈટની સાથે છેડછાડનો કેસ સામે આવ્યો છે. અંદાજ છે કે, તેને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Share: