ટીકટોક જેવી એક વધુ ભારતીય એપ છે મોજ, શેરચેટે કરી લોન્ચ

July 03, 2020
 1546
ટીકટોક જેવી એક વધુ ભારતીય એપ છે મોજ, શેરચેટે કરી લોન્ચ

ભારતમાં ટીકટોક બેન થયા બાદ તેની જેમ કામ કરનારી ઘણી એપના નામ સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ShareChat એ ટીકટોકની જેમ એક નવી Moj એપને બે દિવસ પહેલા જ લોન્ચ કરી હતી તે અત્યાર સુધી ૫૦ હજારથી વધુ ડાઉનલોડ્સ થઈ ગઈ છે. એપ ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે,મ જ્યાં તેને ૪.૩ સ્ટાર રેટિંગ મળી છે.

આ એપની ખાસિયતોની વાત કરીએ તો આ ટીકટોક જેવી જ ભારતીય એપ છે. તેમાં પણ તમે શોર્ટ વિડીયો બનાવી શકો છો અને અન્ય લોકોની વિડીયો જોઇને રિએકટ પણ કરી શકો છો. યુઝર્સ ૧૫ સેકેન્ડના વિડીયો બનાવી ફિલ્ટર્સ દ્વ્રારા વિડીયોને વધુ સુંદર બનાવી શકો છો. તેમાં લીપ-સિંકિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે.

આ એપને હિન્દી, બંગાળી, ગુજરાતી, કન્નડ અને પંજાબી સહિત ૧૫ ભાષાઓના સપોર્ટ સાથે લાવવામાં આવી છે. તેમ છતાં હેરાન કરનાર વાત છે કે, તેમાં અંગ્રેજી ભાષાનો સપોર્ટ આપવામાં આવ્યો નથી. પ્લે સ્ટોર મુજબ આ એપમાં તમને ડાન્સ, કોમેડી, વ્લોગ, ફૂડ, ડાઈ, મનોરંજન, ન્યુઝ, ફની વિડિયોઝ, સોન્ગ્સ અને લાવ શાયરી જેવા કન્ટેન્ટ મળશે.

Share: