પીએમ મોદીના સંસદીય વિસ્તારના વણકર દાગીના અને ઘર ગીરવે મૂકીને ગુજરાન ચલાવવા મજબુર : પ્રિયંકા ગાંધી

July 05, 2020
 428
પીએમ મોદીના સંસદીય વિસ્તારના વણકર દાગીના અને ઘર ગીરવે મૂકીને ગુજરાન ચલાવવા મજબુર : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યો છે.તેમણે કહ્યું છે કે પીએમના સંસદીય ક્ષેત્ર વારાણસીમા વણકર દાગીના અને ઘર ગીરવે મુકીને ગુજરાન કરવા મજબુર બન્યા છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ઉત્તર પ્રદેશના સીએમે પીએમ મોદી સાહેબને બોલાવીને એક બેઠકનું આયોજન કરીને બતાડ્યું કે નાના અને મધ્યમ ઉદ્યોગોમા લાખો લોકોને રોજગાર મળી રહ્યો છે. પરંતુ હકીકત નિહાળો. પીએમ મોદીના સંસદીય ક્ષેત્રમા વણકર જે વારાણસીની શાન છે. આજે દાગીના અને ઘર ગીરવે મૂકીને જીવન ગુજારવા માટે મજબુર છે. લોકડાઉન દરમ્યાન તેમનું કામ બંધ થયું છે. નાના ઉદ્યોગકારો અને કારીગરોની હાલત ખરાબ છે. આ લોકોને હવાઈ પ્રચાર નહીં પરંતુ આર્થિક મદદ અને મજબુત પેકેજ આ સ્થિતીમા તેમને નીકાળી શકશે.

આ અંગે પ્રિયંકા ગાંધીએ એક ન્યુઝ વેબસાઈટની લીંક શેર કરી છે. જેમાં લખ્યું છે પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમા વણકરોની હાલત દયનીય છે. ક્યારેક વણકર વારાણસીની શાન હતી પરંતુ આજે તેમની હાલત ખરાબ છે. તેમજ કોરોના અને તેની બાદ લોકડાઉને તેમની હાલત ખરાબ કરી દીધી છે. પાવરલૂમ અને હેન્ડલૂમ બંધ પડ્યા છે. વણકર ભુખમરીની કગાર પર છે. વણકરો એકબીજાના સહારે જીવી રહ્યા છે.

આ ઉપરાંત તેમાંથી અનેક લોકોએ દાગીના ગીરવે મુકીને નાની મોટી દુકાન શરુ કરી છે જેનાથી ગુજરાન ચાલી શકે. હાલત એ છે કે એક દિવસ ખાવાનું મળે તો બીજા દિવસનો વિચાર આવે છે. આ ઉપરાંત સરકારની આ અંગે આંખ આડા કાનને પગલે આ લોકો ૧ થી ૭ જુલાઈ સુધી સાંકેતિક હડતાળ પર જવાના છે.

Share: