
રિલાયન્સ જિયો ૪જી ડાઉનલોડિંગ સ્પીડની બાબતમાં સૌથી આગળ આવી ગઈ છે. ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઈ) દ્વ્રારા નવેમ્બર મહિના માટે જાહેર ચાર્ટમાં આ જાણકારી આપી દીધી છે. તેમ છતાં, જિયોના નેટવર્ક પ્રદર્શનમાં થોડી ગિરાવટ આવી અને તેની સરેરાશ ઝડપ ૨૦.૩ મેગાબીટ પ્રતિ સેકેન્ડ (MBPS) પર નોંધાયેલ છે.
ટ્રાઈના માઈસ્પીડ પોર્ટલ પર પ્રકાશિત આંકડા અનુસાર નવેમ્બરમાં ભારતી એરટેલના ૪ જી નેટવર્કનો પ્રદર્શનનો થોડો સુધારો છે અને આ ઓક્ટોબરના ૯.૫ એમબીપીએસથી વધીને નવેમ્બરમાં ૯.૭ એમબીપીએસથી થઈ ગઈ છે. તેમ છતાં, વોડાફોન અને આઈડિયા સેલ્યુલરે પોતાના વ્યવસાયને મર્જ કર્યો છે અને બંને હવે વોડાફોન આઈડિયાના નામથી કાર્ય કરે છે, પરંતુ ટ્રાઈએ બંનેના નેટવર્ક પ્રદર્શનના આંકડા અલગ-અલગ આપ્યા છે.
વોડાફોનના નેટવર્ક ૪જી ડાઉનલોડ સ્પીડ સામાન્ય સુધારની સાથે ૬.૮ એમબીપીએસ રહી છે. જયારે આઈડિયાના નેટવર્ક પર આ ૬.૪ થી ઘટીને ૬.૨ એમબીપીએસ રહી ગઈ છે. તેમ છતાં, ૪જી અપલોડ ઝડપની બાબતમાં આઈડિયા ટોપ પર રહેલી છે. નવેમ્બરમાં આઈડિયાના નેટવર્ક પર અપલોડ ઝડપ ૫.૬ એમબીપીએસ રહી હતી.