રિલાયન્સ જિયોએ લોન્ચ કરી વિડીયો કોન્ફ્રેસિંગ જિયોમીટ એપ

July 04, 2020
 742
રિલાયન્સ જિયોએ લોન્ચ કરી વિડીયો કોન્ફ્રેસિંગ જિયોમીટ એપ

વિડીયો કોલિંગના આ વધતા જતા ક્રેઝમાં રિલાયન્સ જિયોએ પોતાની વિડીયો કોન્ફ્રેસિંગ એપ JioMeet ને લોન્ચ કરી દીધી છે. જિયો મીટ એચડી વિડીયો કોન્ફ્રેસિંગ એપ દ્વ્રારા તમે એક સાથે ૧૦૦ લોકોથી કનેક્ટ થઈ શકે છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોર સિવાય ડેસ્કટોપ યુઝર્સ માટે પણ લાવવામાં આવી છે. જિયો મીટ એપના ઇન્ટરફેસ વધુ સારું છે એટલે કે મોટા ભાગે તે એક ઝૂમ એપ્લીકેશનની જેવી જ લાગે છે.

મલ્ટી ડિવાઈસ લોગીનનો સપોર્ટ

જિયો મીટ એપમાં મલ્ટી ડીવાઈઝ લોગીનનો સપોર્ટ આપવામાં આવ્યો છે એટલે તમે એક એકાઉન્ટને મોટાભાગના ૫ ડીવાઈઝની સાથે કનેક્ટ કરી શકશો. તમે એપ્લીકેશનમાં કોલ દરમિયાન પણ તમે એક ડીવાઈઝથી બીજીમાં સ્વીચ કરી શકો છો. જિયો મીટમાં સ્ક્રીન શેરીંગ સાથે સેફ ડ્રાઈવિંગ મોડ ફીચર પણ રહેલું છે.

રિલાયન્સે જિયો મીટ એપને ગૂગલ મીટ, માઈક્રોસોફ્ટ ટીમ્સ અને જૂમ એપ્પની ટક્કરમાં ઉતારી છે. આ તક પર રિલાયન્સ જિયો ઇન્ફોકોમના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ પંકજ પવારે કહ્યું છે કે, જિયો મીટ ઘણી રીતની ખાસ સર્વિસિસ આપનાર પ્લેટફોર્મ છે. આ કોઈ પણ ડીવાઈઝ અને ઓપરેટિંગ સીસ્ટમ પર કામ કરી શકે છે.

Share: