દેશમા કોરોનાના સતત વધી રહ્યા છે કેસ, ૨૪ કલાકમા ૨૨,૦૦૦૦ નવા કેસ, ૪૪૨ લોકોના મોત

July 04, 2020
 646
દેશમા કોરોનાના સતત વધી રહ્યા છે  કેસ, ૨૪ કલાકમા ૨૨,૦૦૦૦ નવા કેસ, ૪૪૨ લોકોના મોત

દેશમા કોરોના વાયરસના કેસોમા સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમા અનલોક-૨ ની શરૂઆતમા સતત બે દિવસમા કોરોનાના દરરોજ ૨૦,૦૦૦ થી વધારે કેસ સામે આવી રહ્યા છે. જે દેશ માટે ચિંતાનો વિષય છે.આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમા અત્યારે કોરોનાના ૬,૪૮,૩૧૫ કેસ છે અને ૧૮,૬૫૫ લોકો મૃત્યુ પામ્યા છે. તેમજ ૩,૯૪,૦૦૦ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

તેમજ વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમા દેશમા કોરોનાના ૨૨,૧૭૧ નવા કેસ સામે આવ્યા છે અને ૪૪૨ લોકોના મોત થયા છે. દેશમા ૩ જુલાઈ સુધી ૯૫,૪૦,૧૩૨ લોકોના કોરોના ટેસ્ટ કરવામા આવ્યા છે. દેશમા કોરોનાના પગલે સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. જેમાં કોરોનાના ૧,૯૨,૯૯૦ કેસ છે. જેમાંથી ૧,૦૪,૬૮૭ લોકો સાજા થયા છે. તેમજ ૮૩૭૬ લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુમા હાલાત ખરાબ છે. જેમાં રાજ્યમા અત્યાર સુધી ૧,૦૨,૭૨૧ લોકો આ મહામારી સંક્રમિત છે. જેમાં ૧૩૮૫ લોકોના મોત થયા છે અને ૫૮૩૭૮ દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત તેલંગાનામા ૨૦, ૪૬૨, ઉત્તર પ્રદેશમા ૨૫,૭૯૭, પશ્ચિમ બંગાળમા ૨૦,૪૮૮, રાજસ્થાનમા ૧૯,૦૫૨, કર્ણાટકમા ૧૯,૧૭૦, મધ્ય પ્રદેશમા ૧૪,૨૯૭ અને કેરલમા ૪૯૬૪ કોરોના પોઝીટીવ કેસ છે.

દેશમા કોરોના વાયરસનો દર્દીઓને આંક ૬ લાખને પાર પહોંચી ગયો છે. જેમાં માત્ર ૫ દિવસમા કોરોનાના દર્દીઓની સંખ્યા ૫ લાખથી વધીને ૬ લાખ થઈ છે.જેમાં ૨૬ જુનના રોજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૫ લાખને પાર થઈ હતી. દેશમા ૩૦ જાન્યુઆરીના રોજ કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. જેમાં ૧૧૦ દિવસ બાદ ૧૦ મે ના રોજ આ સંખ્યા વધીને એક લાખ થઈ હતી.

તેની બાદ કોરોનાનું સંક્રમણની ઝડપ વધી હતી અને માત્ર ૧૫ દિવસમા આ આંકડો ૨ લાખને પાર થયો હતો. તેની બાદ સંક્રમીતોની સંખ્યા વધીને બે લાખથી ત્રણ લાખ થવામા માત્ર ૧૦ દિવસ લાગ્યા હતા. જયારે ૩ લાખ થી ૪ લાખ થવામા માત્ર ૮ દિવસનો સમય લાગ્યો હતો. જયારે ૪ થી ૫ લાખ થવા ૬ દિવસનો સમય લાગ્યો હતો. જયારે હવે ૫ થી ૬ લાખ થવા માત્ર ૫ દિવસનો સમય લાગ્યો છે. તેમજ જો આ ગતિથી કોરોનાના કેસ વધશે ને આગામી પાંચ દિવસમા એક લાખ વધારે કેસ સામે આવશે તો ભારત રશિયાને પાછળ મૂકીને વિશ્વમા કોરોના સંક્રમિત દેશોની યાદીમા ત્રીજા સ્થાને પહોંચી જશે.

Share: