ગુજરાતમા અનલોક-૨ મા કોરોનાનો ફેલાવો બેકાબુ, ૨૪ કલાકમા ૬૮૭ કેસ, કુલ મૃત્યુઆંક ૧૯૦૬

July 04, 2020
 650
ગુજરાતમા અનલોક-૨ મા કોરોનાનો ફેલાવો બેકાબુ, ૨૪ કલાકમા ૬૮૭ કેસ, કુલ મૃત્યુઆંક ૧૯૦૬

ગુજરાતમા કોરોના વાયરસનો ફેલાવો અનલોક-૨ મા બેકાબુ બની રહ્યો છે. તેમજ સરકાર દ્વારા આર્થિક પ્રવુતિઓ શરૂ કર્યા બાદ અમદાવાદ બાદ હવે સુરત શહેર પર કોરોનાની ચપેટમા આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં હીરાના ૮૩૭ જેટલા કારીગરો કોરોના પોઝીટીવ આવ્યા છે. તેમજ સુરત અત્યારે તો અમદાવાદ કરતા પણ વધારે કોરોના પોઝીટીવ કેસ ધરાવે છે.

ગુજરાતના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમા રાજયમાં કોરોનાના ૬૮૭ નવા કેસ નોધાયા છે જેના લીધે કોરોના દર્દીઓનો કુલ આંક ૩૪,૬૮૬ એ પહોંચ્યો છે. તેમજ ૨૪ કલાકમા ૧૮ લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક ૧૯૦૬ એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધી કુલ ૨૪,૯૪૧ દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે.

ગુજરાતમા અત્યાર સુધી કુલ ૩,૯૫,૮૭૩ કોરોના ટેસ્ટ કરવામા આવ્યા છે. તેમજ અલગ અલગ જીલ્લામા ૨,૫૬,૦૨૭ લોકોને કોરોનટાઈન કરવામા આવ્યા છે. જેમાં ૨,૫૨, ૮૯૬ લોકો હોમ કોરોનટાઈન કરવામા આવ્યા છે અને ૩૦૪૧ લોકોને ફેસીલીટી કોરોનટાઈન રાખવામા આવ્યા છે.

ગુજરાતમા હાલ ૭૮૩૯ એકિટવ કેસ છે અને ૨૪૯૪૧ લોકોને સાજા થતા ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. તેમજ ૧૯૦૬ લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૧૯૫ કેસ નોંધાયા હતા. જયારે સુરતમા કોરોનાના ૨૦૪ કેસ નોંધાયઃ છે.

Share: