માઈકલ હસીએ પસંદ કરી ઓલ ટાઈમ આઈપીએલ ઈલેવન

July 04, 2020
 168
માઈકલ હસીએ પસંદ કરી ઓલ ટાઈમ આઈપીએલ ઈલેવન

ઓસ્ટ્રેલીયન ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન માઈકલ હસીએ એક અનોખી આઈપીએલ ઈલેવનની પસંદગી કરી છે. માઈકલ હસીએ આ ટીમના કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીને પસંદ કર્યા છે.

ચેતન નરુલાની સાથે તેમના યુટ્યુબ ચેનલ પર માઈકલ હસીએ પોતાની આઈપીએલ ઈલેવનની પસંદગી કરી છે. ઓપનર બેટ્સમેન તરીકે માઈકલ હસીએ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નર અને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને પસંદ કર્યા છે. તેના સિવાય રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડી વિલીયર્સને પણ તેમને પોતાની આ ટીમમાં રાખ્યા છે.

માઈકલ હસીએ ત્યાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ અને મુંબઈ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પસંદ કર્યા છે. આ બંને ખેલાડીઓ તેમની ટીમો માટે શાનદાર પ્રદર્શન કરતા આવ્યા છે. આન્દ્રે રસેલે ઘણી વખત કોલકાતા નાઈટ રાઈડર્સને એકલા હાથે ટીમને જીત અપાવી છે. જ્યારે હાર્દિક પંડ્યાની જો વાત કરીએ તો તેમને પણ શાનદાર ઇનિંગ પોતાની ટીમ માટે રમી છે.

બોલરોની વાત કરીએ તો માઈકલ હસીએ સનરાઈઝર્સ હૈદરાબાદના રાશીદ ખાન અને ભુવનેશ્વર કુમારની પસંદગી કરી છે. તેના સિવાય આરસીબીના યુજ્વેન્દ્ર ચહલ અને મુંબઈ ઇન્ડિયન્સના જસપ્રીત બુમરાહને પણ તેમને પોતાની ટીમમાં પસંદ કર્યા છે. કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન લોકેશ રાહુલને તેમને ૧૨ માં નંબર પર રાખ્યા છે. પોતાની આ ટીમના કેપ્ટન માઈકલ હસીએ મહેન્દ્ર સિંહ ધોનીને બનાવ્યા છે.

તેમ છતાં માઈકલ હસીની આ ટીમમાં સુરેશ રૈના અને ક્રીસ ગેલ જેવા દિગ્ગજ ખેલાડીઓને જગ્યા મળી નથી.

માઈકલ હસીની આઈપીએલ ઈલેવન આ પ્રકાર છે : રોહિત શર્મા, ડેવિડ વોર્નર, વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), હાર્દિક પંડ્યા, આન્દ્રે રસેલ, રાશીદ ખાન, યુજ્વેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ, ૧૨ માં ખેલાડી તરીકે લોકેશ રાહુલ

Share: