કોંગ્રેસે એલએસી મુદ્દે ફરી કર્યો હુમલો, કહ્યું પીએમ મોદી જણાવે કે ચીને અમારી કેટલી જમીન હડપી લીધી

July 04, 2020
 655
કોંગ્રેસે એલએસી મુદ્દે  ફરી કર્યો  હુમલો, કહ્યું  પીએમ મોદી જણાવે કે ચીને અમારી કેટલી જમીન હડપી લીધી

પીએમ મોદીના લેહ પ્રવાસ બાદ કોંગ્રેસે પીએમ મોદી પર હુમલો કર્યો છે. પાર્ટીએ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે દરરોજ મીડિયા રીપોર્ટસમા દાવો કરવામા આવી રહ્યો છે કે ચીની સૈનિકોએ ભારતની મોટી જમીન હડપી લીધી છે તેમજ સરકાર આ અંગે ચુપ કેમ છે અને તેની પરથી ધ્યાન હટાવવાની પ્રયાસ કરે છે. કોંગ્રેસે કહ્યું કે દેશના લોકોને સીધો સીધો જવાબ આપે કે ચીને અમારી કેટલી જમીન પચાવી છે.

કોંગ્રેસે એક વધુ ટ્વીટ કરીને કહ્યું કે ૧૫ જુનની રાત્રે સીમાઓની વાસ્તવિક હકીકતને લઈને દેશના લોકોને અંધારામા રાખવા આવી રહ્યા છે. પાર્ટીએ કહ્યું કે મૌન રહેવાનો સમય સમાપ્ત થયો છે અને હવે જવાબ આપવાનો સમય છે.

કોંગ્રેસે એક વિડીયો રીલીઝ કરીને પીએમ મોદીને અનેક સવાલો પૂછ્યા છે. પ્રથમ સવાલ એ છે કે ચીન અમારી સીમામા કેવી રીતે પ્રવાસ કર્યો અને અમારા ૨૦ સૈનિકોને શહિદ થયા. કોંગ્રેસે એક વધુ સવાલ કર્યો કે ચીની સૈનિક ગલવાન ઘાટીમા ૪૨૩ મીટર અંદર આવ્યા છે. શું ભાજપ સરકાર પાસે અમારી જમીન પરત લેવાની કોઈ યોજના છે.પાર્ટીએ પૂછ્યું કે પીએમ મોદી અમારા શહીદોને કેવી રીતે ન્યાય અપાવશે અને તે કયારે ગલવાન ઘાટીમા થયેલી હિંસા અને અમારી સીમામા ધુસપેઠ માટે ખુલીને ચીનનું નામ લેશે. તેમજ સરકાર આ મુદ્દાના ચર્ચા માટે વિશેષ સત્ર બોલાવશે.

Share: