ગુજરાતમા સંપૂર્ણ લોકડાઉનની કોઈ શકયતા નથી કોરોના વચ્ચે કામ કરવાનું છે : સીએમ રૂપાણી

July 04, 2020
 641
ગુજરાતમા સંપૂર્ણ લોકડાઉનની કોઈ શકયતા નથી  કોરોના વચ્ચે કામ કરવાનું છે :  સીએમ રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક અધિકારીઓએ આજે અમદાવાદ બાદ બીજું કોરોના હોટ સ્પોટ બની રહેલા સુરતની મુલાકાત લીધી હતી. તેમજ સીએમ રૂપાણીએ સુરતમા પત્રકારો સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે રાજયમા હવે સંપૂર્ણ લોકડાઉનની કોઈ શકયતા નથી. કોરોનાની સાથે જ હવે જીવવાનું છે અને લડાઈ લાંબી છે તેથી લોકોએ તમામ નિયમો કડકાઈથી પાળવાની જરૂર છે. તેમજ જરૂર પડશે તો જે તે વિસ્તાર અને ઉદ્યોગને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાશે પરંતુ સંપૂર્ણ લોકડાઉનની કોઈ શક્યતા નથી.

આ ઉપરાંત સીએમ રૂપાણીએ સુરત મુલાકાત અંગે જણાવ્યું હતું કે રાજયમા સરકાર કોરોનાના ફેલાવાને પ્રમાણમા રોકી શકી છે. તેમજ રાજયમા કોરોનાની સારવારની ઉપ્લબ્ધતાને લીધે કોરોનાનો રીકવરી રેટ પણ વધ્યો છે. જેમાં ગુજરાતમા અમદાવાદ શહેરમા એક તબક્કે કેસ અને મૃત્યુ બંને વધતા હત. પરંતુ સરકારની વ્યૂહરચનાના પગલે તેમાં વધતા ઓછા પ્રમાણમાં કોરોના કેસ ઘટ્યા છે.

જયારે સુરત શહેરમા પણ છેલ્લા આઠ દિવસથી વધી રહેલા કેસોના પગલે સરકાર સતત ધ્યાન રાખી રહી છે. તેમજ અગ્ર સચિવ પંકજ કુમારને અહિયાં મોકલવામા આવ્યા છે. તેમજ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવી પણ ત્રણ દિવસથી અહિયાં છે અને હજુ રોકાવાના છે. તેમજ સુરતની સ્થિતિ વધુ ગંભીરના બને તે માટે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગને હાલ બંધ કરવામા આવ્યો છે.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે અમદાવાદ શહેરમા ધનવંતરી રથનો પ્રયોગ સફળ થયો છે. તેમજ સુરતમા પણ તે શરૂ કરવામા આવશે. આ ઉપરાંત સુરતમાં બે સરકારી હોસ્પિટલોને કોવીડ હોસ્પિટલ બનાવવા માટે ૧૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમજ ખાનગી હોસ્પિટલો પાસેથી પણ ૫૦ ટકા બેડ કોવિડ માટે રીઝર્વ રાખવામા આવ્યા છે.

ગુજરાતમા કોરોના વાયરસનો ફેલાવો અનલોક-૨ મા બેકાબુ બની રહ્યો છે. તેમજ સરકાર દ્વારા આર્થિક પ્રવુતિઓ શરૂ કર્યા બાદ અમદાવાદ બાદ હવે સુરત શહેર પર કોરોનાની ચપેટમા આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં હીરાના ૮૩૭ જેટલા કારીગરો કોરોના પોઝીટીવ આવ્યા છે. તેમજ સુરત અત્યારે તો અમદાવાદ કરતા પણ વધારે કોરોના પોઝીટીવ કેસ ધરાવે છે.

ગુજરાતના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમા રાજયમાં કોરોનાના ૬૮૭ નવા કેસ નોધાયા છે જેના લીધે કોરોના દર્દીઓનો કુલ આંક ૩૪,૬૮૬ એ પહોંચ્યો છે. તેમજ ૨૪ કલાકમા ૧૮ લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક ૧૯૦૬ એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધી કુલ ૨૪,૯૪૧ દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે.

Share: