આ છે દુનિયાની અનોખી જગ્યા, જ્યાં આજે પણ એટીએમ નથી, કોલ કરવા માટે જવું પડે છે પીસીઓ

July 05, 2020
 478
આ છે દુનિયાની અનોખી જગ્યા, જ્યાં આજે પણ એટીએમ નથી, કોલ કરવા માટે જવું પડે છે પીસીઓ

આજના સમયમાં શહેર તો છોડો ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓ પહોંચી ચુકી છે. તેમાંથી એક મોબાઈલ ફોન અને એટીએમ છે. પરંતુ શું તમે જાણો છો કે, દુનિયામાં એક જગ્યા એવી પણ છે જ્યાં આ બંને નથી. અર્થ એ છે કે ના તો એટીએમ છે અને આજે પણ લોકોએ કોલ કરવા માટે પીસીઓ જવું પડે છે.

વાસ્તવમાં, આફ્રિકી દેશ ઇરીટ્રીયામાં આ સુવિધાઓ નથી. આ દેશને સત્તાવાર રીતે ઇરીટ્રીયા રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં એટીએમ મશીન નથી. એવામાં લોકોને પૈસા નીકાળવા માટે બેંકોમાં જવું પડે છે. સૌથી ખાસ વાત જે હેરાન કરે છે કે, અહીંનો નિયમ છે કે, તમે એક મહિનામાં બેંકથી ૨૩ હજાર ૫૦૦ રૂપિયાથી વધુ નીકાળી શકતા નથી. તેમ છતાં લગ્ન જેવા અન્ય મોટા કામ માટે છુટ આપવામાં આવી છે. જ્યારે અહી ટેલીકોમના નામ પર માત્ર એક કંપની ‘એરટેલ’ છે, જેના પર સરકારનું નિયંત્રણ છે. જયારે અન્ય મીડિયા રિપોર્ટસ મુજબ, આ કંપનીની સર્વિસ ખુબ જ ખરાબ છે.

એટલું જ નહીં, આ કંપનીનું સિમ ખરીદવું પણ ખૂબ જ જટિલ કાર્ય છે. તેના માટે પહેલા તો તમારે પ્રશાસનથી મંજુરી લેવી પડે છે. જો તમને સીમ મળી જશે તો તમે તેમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશો નથી કેમકે સીમમાં તમને મોબાઈલ ડેટા આપવામાં આવતો નથી. તેની સાથે જે લોકો અહીં ફરવા આવે છે તેમને પ્રશાસનની પાસે સીમ માટે આવેદન આપવું પડે છે અને દેશથી પરત જતા સમયે સીમ આપવું પડે છે. તેથી લોકોને પીસીઓના ઉપયોગ માટે ખૂબ દૂર જવું પડે છે.”

Share: