સલુન ફરીથી ખુલતા ખુશ થયો દુકાનદાર, સોનાની કાતર થી કાપ્યા ગ્રાહકના વાળ

July 04, 2020
 462
સલુન ફરીથી ખુલતા ખુશ થયો દુકાનદાર, સોનાની કાતર થી કાપ્યા ગ્રાહકના વાળ

ત્રણ મહિનાથી મહારાષ્ટ્રમાં સલુન અને બ્યુટી પાર્લર લોકડાઉનના કારણે બંધ હતા. પરંતુ હવે તેને ફરીથી ખોલવામાં આવ્યા છે. તેની સૌથી મોટી ખુશી કોલ્હાપુરના સલુનના માલિકને થઈ હતી. ત્યારે તે તે પોતાના ઉત્સાહને દેખાડવા માટે સોનાની કાતર લઈને આવ્યા હતા. સલુનમાં પ્રથમ ગ્રાહકના વાળ આ કાતરથી કાપવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર સરકારે ‘મિશન બીગીન અગેન’ ના હેઠળ લોકડાઉનમાં થોડી ઢીલ આપી દીધી છે ત્યાર બાદ ૨૮ જૂનથી હજામની દુકાન અને સલુનને ખોલવાની મંજુરી આપવામા આવી છે. આ સિલસિલામાં કોલ્હાપુરના સલુન માલિક રામભાઉ સંકપાલે પણ પોતાની શોપ ખોલી અને પ્રથમ ગ્રાહકના વાળ સોનાની કાતરથી કાપવાનો નિર્ણય લીધો હતો. તેમનું કહેવું છે કે, લોકડાઉન દરમિયાન ઘણા લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે ઘણા સલુન માલિકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. આવા સમયમાં, અમે મુશ્કેલીઓનો સામનો કરવામાં સફળ રહ્યા એટલા માટે ખુશીમાં પોતાના પ્રથમ ગ્રાહકના વાળ સોનાની કાતરથી કાપ્યા છે.

સલુન માલિક સંકપાલે જણાવ્યું છે કે, બચતના પૈસાથી તેમને ૧૦ તોલા સોનાની એક જોડી કાતર ખરીદી છે. તેનો પ્રયોગ તેમને લોકડાઉન બાદ દુકાનમાં આવેલ પ્રથમ કસ્ટમર માટે કર્યો હતો. આ ખુબ જ ખાસ તક છે એટલા માટે તે આ પળને યાદગાર બનાવવા માંગતા હતા. તેમનું કહેવું છે કે, ત્રણ મહિનાથી વધુ સમય સુધી સલુન બંધ રહ્યા હતા, જેનાથી અમારો વ્યવસાય સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે, તે આ સમયને ભૂલવા માંગે છે.

Share: