ભારતીય સીમામા ચીનના સૈનિકોની ધુસપેઠને લઈને પીએમ મોદી રાજધર્મ નિભાવે : કપિલ સિબ્બલ

July 04, 2020
 634
ભારતીય સીમામા ચીનના સૈનિકોની ધુસપેઠને લઈને પીએમ મોદી રાજધર્મ નિભાવે :  કપિલ સિબ્બલ

ભારત અને ચીન સીમા વિવાદ પર કોંગ્રેસે ફરી એકવાર મોદી સરકારને ઘેરી છે. જેમાં કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું કે પીએમ મોદીએ આ અંગે દેશના નાગરિકોને વાસ્તવિકતા જણાવવી જોઈએ અને ચીની સૈનિકોથી ભારતની જમીનને મુક્ત કરાવીને પોતના રાજધર્મનું પાલન કરવું જોઈએ. તેમજ તેમણે કહ્યું કે શુક્રવારે પીએમ મોદીએ જે સ્થળની મુલાકાત લીધી તે કોઈ વિવાદા સ્પદ અને અગ્રીમ મોરચો ન હતો પરંતુ તે તો એલએસી ૨૩૦ કિલોમીટર દુરનો વિસ્તાર હતો.

તેમણે વિડીયો લીંકના માધ્યમથી પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદી પીએમ બન્યા તે પૂર્વે હંમેશા કહેતા હતા કે અમે ચીનને લાલ આંખ બતાડીશું. પરંતુ હાલ તો ચીનનું નામ પણ નથી લઈ રહ્યા. કોંગ્રેસ નેતાએ લદ્દાખના વિવાદા સ્પદ વિસ્તારની હાલની ઉપગ્રહથી લીધેલી તસ્વીર રજુ કરી હતી. જે એક બ્રિટીશ સમાચાર પત્રએ છાપી છે. સિબ્બલે આ તસ્વીરના આધાર પર કહ્યું કે ચીનની સેના ભારતીય વિસ્તારમાં નિર્માણ કરી રહી છે.

તેમણે સવાલ કર્યો કે પીએમ મોદી દેશને જણાવે કે શું ચીને પેગોંગ વિસ્તારના ફિંગર ૪ સુધી કબજો કરી રાખ્યો છે.શું આ વાસ્તવિકતા નથી. શું આ વિસ્તાર અમારી માતૃભૂમિ નથી. કોંગ્રેસ નેતાએ પૂછ્યું કે શું ચીને આ સ્થળ પર કબજો નથી કર્યો. શું આપણા ૨૦ સૈનિકો જવાન નથી થયા. તેમણે વધુમા પૂછ્યું કે શું ચીનના ડેપસાંગ વિસ્તારના વાઈ જંકશન પર કબજો નથી કર્યો. તેમણે આક્ષેપ કર્યો કે પૂર્વ વડાપ્રધાન ૧૯૭૧માં ગલવાન ઘાટીમા ગયા હતા જયારે પીએમ મોદી ૨૩૦ કિલોમીટર દુર જઈને આવ્યા છે. તેમજ સૈનિકોનું મનોબળ વધારવા માટે તેમણે બોર્ડર નજીક પહોંચવાની જરૂર હતી.

Share: