ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે કરી ટીમની જાહેરાત

July 04, 2020
 179
ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે કરી ટીમની જાહેરાત

ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે પોતાની ૧૩ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. તેના સિવાય ઇંગ્લેન્ડના ૯ ખેલાડી રીઝર્વ રહેશે. અજેસ બાઉલમાં બુધવારના ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ હશે. બેન સ્ટોક્સ આ મેચમાં ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ કરશે.

ડરહમથી આવનાર બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડના ૮૧ માં ટેસ્ટ કેપ્ટન હશે. બાળકના જન્મની તક પર પરિવાર સાથે સમય પસાર કરી રહેલા જો રુટની જગ્યા બેન સ્ટોક્સ લેશે. બીજી ટેસ્ટ મેચમાં ટીમની સાથે જોડાયા પહેલા જો રૂટ સેલ્ફ આઈસોલેશનમાં સાત દિવસનો સમય પસાર કરશે.

ઇંગ્લેન્ડની ટીમ આ પ્રકાર છે : બેન સ્ટોક્સ, જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, ડોમ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, જૈક ક્રોલી, જો ડેનલી, ઓલી પોપ, ડોમ સિબલી, ક્રીસ વોક્સ, માર્ક વુડ

૧૩ સભ્યોની ટીમ સિવાય ઇંગ્લેન્ડની ટીમમાં ૯ રીઝર્વ ખેલાડીઓને પણ રાખવામાં આવ્યા છે. તેમાં સૈમ કરનનું નામ પણ સામેલ છે. સૈમ કરને તાજેતરમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેના સિવાય જૈક લીચનું નામ પણ તે રીઝર્વ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યું છે.

રીઝર્વ ખેલાડી : જેમ્સ બ્રેસી, સૈમ કરન, બેન ફોકસ, ડેન લોરેન્સ, જૈક લીચ, શાકિબ મહમૂદ, ક્રેગ ઓવરટન, ઓલી રોબીન્સન, ઓલી સ્ટોન

ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ સાઉથમ્પટન અમે માન્ચેસ્ટરમાં રમાશે. આઠ જુલાઈના પ્રથમ મેચ હશે. કોરોના વાયરસના કારણે બાયો સિક્યોર્ડ માહોલમાં મેચ હશે ચાહકોને આવવાની પરવાનગી નથી. મેચ બંધ દરવાજામાં જ રમાશે. કોરોના વાયરસ બાદ ક્રિકેટ એક વખત ફરીથી શરુ થશે. વેસ્ટ ઇન્ડીઝ ટીમ છેલ્લા મહિને ઇંગ્લેન્ડ આવી ચુકી હતી અને ટ્રેનિંગ પણ તેમને અહીં કરી હતી. આ સીરીઝથી અન્ય દેશોને ક્રિકેટ શરુ કરવામાં મદદ મળશે. સીરીઝના મેનેજમેન્ટ પર બધાની નજર રહેશે.

Share: