પક્ષપલટુ ધારાસભ્ય બ્રિજેશ મેરઝાની ઊંઘ હરામ, ભાજપના આ ધારાસભ્ય માંડ્યો મોરચો.

July 04, 2020
 856
પક્ષપલટુ ધારાસભ્ય બ્રિજેશ મેરઝાની ઊંઘ હરામ, ભાજપના આ ધારાસભ્ય માંડ્યો મોરચો.

ગુજરાતમાં પેટાચૂંટણીને પગલે રાજકારણ ગરમાયુ છે. ભાજપ અને કોંગ્રેસે પેટાચૂંટણી માટે અત્યારથી જ કમર કસી લીધી છે. બંને પક્ષોએ ચૂંટણી નિરીક્ષકો પણ નીમી દીધા છે. જોકે ભાજપમાં ઉમેદવારીની પસંદગીને લઈને અત્યારથી જ ચિંતાનો માહોલ છે કેમકે કોંગ્રેસ છોડીને આવેલા પક્ષ પલટુ ધારાસભ્યોને ભાજપ ટિકિટ આપવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે ભાજપના જ કાર્યકરો આવે પક્ષપલટુ ઉમેદવારોને હરાવવા તૈયારીઓ કરી રહ્યા છે.

મોરબી બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરઝાએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. રાજકીય સ્વાર્થ ખાતર પક્ષપલટો કરનારા બ્રિજેશ મેરજા માટે હવે મુશ્કેલી સર્જાઈ છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા આજ બ્રિજેશ મેરજા સામે ચૂંટણી હાર્યા હતા. હવે જ્યારે ફરી એકવાર પેટાચૂંટણી આવી છે ત્યારે કાંતિ અમૃતિયાના સમર્થકો અત્યારથી જ મેદાને પડયા છે.

તેમણે સોશ્યલ મીડિયા પર બ્રિજેશ મિર્ઝા વિરુદ્ધ જંગ છેડી દીધો છે. સોશિયલ મીડિયામાં સમર્થકોએ કાંતિ અમૃતિયા જ અમારા ઉમેદવાર તેવું જાહેર કરી જોરદાર કેમ્પેન હાથ ધર્યુ છે જેના કારણે બ્રિજેશ મેરજાની ઊંઘ હરામ થઇ છે. ભાજપની નેતાગીરી પણ આ અંદરોઅંદરના ખટરાગને પગલે ચિંતાતૂર બની છે.

Share: