ઉત્તર પ્રદેશમા ઓનલાઈન અભિયાન ચલાવશે કોંગ્રેસ, પ્રિયંકા ગાંધીએ કહ્યું યુપીમા જંગલરાજ પોલીસ પણ સુરક્ષિત નહીં

July 04, 2020
 637
ઉત્તર પ્રદેશમા ઓનલાઈન અભિયાન ચલાવશે કોંગ્રેસ, પ્રિયંકા ગાંધીએ કહ્યું  યુપીમા જંગલરાજ  પોલીસ પણ સુરક્ષિત નહીં

ઉત્તર પ્રદેશમા કથળતી કાયદો વ્યવસ્થાથી સ્થિતિને લઈને કોંગ્રેસે અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજયમા કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિનો આરોપ લગાવતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બેઠક કરી હતી. આ બેઠકમા પ્રિયંકા ગાંધીએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમા જંગલરાજ છે અહિયાં પોલીસ પર સુરક્ષિત નથી.

પ્રિયંકા ગાંધીએ રાજય સરકાર પર હુમલો કરતા કહ્યું કે અપરાધીઓ, સત્તાધારી નેતાઓ અને અધિકારીઓની મિલીભગત છે. રાજયમા કાયદો અને વ્યવસ્થા ધ્વસત થઈ છે. તેમણે સત્તાધારી પક્ષ પર અપરાધીઓનું મનોબળ વધારવાનો આક્ષેપ મુકયો છે.

કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે પ્લાનિંગ અને રણનીતિ અંતર્ગત નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટી કાલથી ઓનલાઈન અભિયાન ચલાવશે. રાજયમા વધતા અપરાધ વિરુદ્ધ લોકોને અવાજ ઉઠાવવા માટે અપીલ કરવામા આવશે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તમારા સંદેશ અને સમસ્યા ફેસબુક, ટ્વીટર અને ઈનસટાગ્રામ થી પોસ્ટ કરીને લખી શકો છો. તમને કોઈ તકલીફ થઈ રહી છે અને અપરાધિક સમસ્યા છે તો તમે જીલ્લા કોંગ્રેસ કમિટીના સભ્યોને અને કોંગ્રેસ નેતાઓને પત્ર લખી શકો છો.

કોંગ્રેસ પક્ષ આ સમસ્યાઓને એકત્ર કરીને રાજયપાલ અને એનએચઆરસીને આપશે. ઓનલાઈન અભિયાન દરમ્યાન કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ લાઈવ થશે. તેમજ કોંગ્રેસ દરેક જીલ્લામા વધતા અપરાધ અને જંગલરાજ વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરશે.

Share: