શોર્ટ વિડીયો એપ મોજ થઈ લોકપ્રિય, ૧૦ લાખ વખત કરવામાં આવી ડાઉનલોડ

July 06, 2020
 785
શોર્ટ વિડીયો એપ મોજ થઈ લોકપ્રિય, ૧૦ લાખ વખત કરવામાં આવી ડાઉનલોડ

ભારતમાં ટીકટોક બેન થયા બાદ તેના જેવી કામ કરનારી ઘણી એપ્સના નામ સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ShareChat એ ટીકટોક જેવી જ એક નવી મોજ એપને ઉપલબ્ધ કરી છે જેને અત્યાર સુધી ગૂગલ પ્લે સ્ટોરથી ૧૦ લાખથી વધુ યુઝર્સ ડાઉનલોડ કરી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે, લોન્ચ થયાના બે દિવસની અંદર ૫૦ હજાર વખત તેને ડાઉનલોડ કરવામાં આવી ચુકી હતી.

આ એપની ખાસિયતની વાત કરીએ તો આ ટીકટોકના જેવી જ ભારતીય એપ છે. તેમાં પણ તમે શોર્ટ વિડીયો બનાવી શકો છો અને અન્ય લોકોની વિડીયો જોઈ રિએક્ટ પણ કરી શકો છો. યુઝર્સ ૧૫ સેકન્ડના વિડીયો બનાવી ફિલ્ટર્સ દ્વ્રારા વિડીયોને વધુ સુંદર બનાવી શકે છે. તેમાં લીપ-સિકીંગ ફીચર પણ આપવામાં આવ્યું છે.

૧૫ ભારતીય ભાષાઓની મળે સપોર્ટ

આ એપને હિન્દી, બંગાળી, ગુજરાતી, કન્નડ અને પંજાબી સહિત ૧૫ ભાષાઓની સપોર્ટ સાથે લાવવામાં આવી છે. તેમ છતાં હેરાન કરનારી વાત છે કે, તેમાં અંગ્રેજી ભાષાનો સપોર્ટ આપવામાં આવ્યો નથી. પ્લે સ્ટોર મુજબ આ એપમાં તમને ડાન્સ, કોમેડી, વ્લોગ, ફૂડ, ડીઆઈવાય, ઇન્ટરટેનમેન્ટ, ન્યુઝ, ફની વિડિયોઝ, સોન્ગ્સ અને લવ શાયરી જેવું કન્ટેન્ટ મળશે.

Share: