મોંઘા થઈ શકે છે રિચાર્જ પ્લાન્સ, બે વખત વધી શકે છે ભાવ

July 26, 2020
 919
મોંઘા થઈ શકે છે રિચાર્જ પ્લાન્સ, બે વખત વધી શકે છે ભાવ

કરોડો સ્માર્ટફોન્સ યુઝર્સ માટે હેરાન કરનાર સમાચાર સામે આવ્યા છે. બધી ટેલીકોમ કંપનીઓ પોતાના રિચાર્જ પ્લાન્સને એક વખત ફરીથી મોંઘા કરી શકે છે. કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન કંપનીઓની સામે ઘણા પડકાર આવ્યા છે જેના કારણે ટેરિફ પ્લાન મોંઘા કરવા હવે કંપનીઓની મજબૂરી બની ગઈ છે. ઈવાય તરફથી કહેવામાં આવ્યું છે કે, આગામી ૧૨ થી ૧૮ મહિનામાં બે વખત રિચાર્જ પ્લાન્સ મોંઘા કરવામાં આવી શકે છે.

ઇકોનોમિકટાઈમ્સની રિપોર્ટમ બતાવવામાં આવ્યું છે કે, ઈવાયમાં ઇમર્જિંગ માર્કેટ્સ ટેકનોલોજી, મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ એન્ડ ટેલીકમ્યુનિકેશન લીડર પ્રશાંત સિંઘલે કહ્યું છે કે, “વર્તમાન પરીસ્થિતિમાં ટેરીફ પ્લાનને કદાચ જ મોંઘા કરવામાં આવે પરંતુ થોડો સમય પસાર થયા બાદ કંપનીઓ આવું જરૂર કરશે. ટેરીફ પ્લાન મોંઘા કરવા જરૂરી છે કેમકે કંજ્યુમર્સ તરફથી કરવામાં આવનાર ખર્ચ ઓછો છે, એવામાં આગામી છ મહિનામાં ટેરીફ પ્લાનમાં વધારો જોવા મળી શકે છે.

આગામી ૧૨ થી ૧૮ મહિનામાં બે વખત વધશે કિંમત

પ્રશાંતે જણાવ્યું છે કે, આગામી ૧૨ થી ૧૮ મહિનામાં બે વખત ટેરિફ પ્લાનમાં વધારો જોવા મળી શકે છે, પરંતુ આગામી છ મહિનામાં એક વખત તો કંપનીઓ પોતાના રિચાર્જ મોંઘા કરશે અને બજારમાં સ્થિર રહેવા આવું જરૂરી થઈ ગયું છે.

ઘણા બધા ગ્રાહકો હોવા છતાં માર્કેટમાં બન્યા રહેવા માટે જરૂરી એવરેજ રેવન્યુ પર કસ્ટમર તેમ છતાં ઓછા છે. આ કારણ છે કે, બધા ઓપરેટર્સ પોતાના પ્લાન્સની કિંમતોમાં ફેરફાર કરી શકે છે.

Share: