પ્રીપેડ પ્લાન સમાપ્ત થયા બાદ એરટેલ આપશે માત્ર આટલા દિવસ ચાલશે ઇનકમિંગ વેલીડીટી

August 01, 2019
 685
પ્રીપેડ પ્લાન સમાપ્ત થયા બાદ એરટેલ આપશે માત્ર આટલા દિવસ ચાલશે ઇનકમિંગ વેલીડીટી

એરટેલે કોઈ પણ એક્ટીવ પ્લાનના એરટેલ પ્રીપેડ યુઝર્સ માટે ઇનકમિંગ વોઈસ કોલની વેલીડીટી ઓછી કરી દીધી છે. એક રિપોર્ટ અનુસાર વેલીડીટી પહેલા ૧૫ દિવસની હતી, પરંતુ હવે તેને ઘટાડીને સાત દિવસ કરી દેવામાં આવી છે. એરટેલે ગયા વર્ષે લાઈફટાઈમ ફ્રી ઇનકમિંગ કોલ યોજનાનો અંત કર્યો હતો અને તેના કેટલાક વર્તમાન રિચાર્જ વિકલ્પોને ‘ન્યુનતમ એઆરપીયુ’ પેક સાથે બદલી ‘સ્માર્ટ રિચાર્જ’ પ્લાનની શરૂઆત કરી હતી. ઘણા ટેલીકોમ ઓપરેટર પોતાના એવરજ રેવેન્યુ પ્રતિ યુઝર્સ (ARPU) ને વધારવા આ પગલું ભર્યું છે.

એરટેલે એક એક્ટીવ પ્લાન વગર પ્રીપેડ કસ્ટમર્સ માટે પોતાની ઇનકમિંગવોઈસ કોલ વેલીડીટીની પોલીસીને સંશોધિત કરી છે. જો એક પ્રીપેડ યુઝર્સનો પ્રીપેડ પ્લાન સમાપ્ત થઈ ગયો છે તો એરટેલે પ્રથમ યુઝર્સને એક્સપાયરી ડેટથી ૧૫ દિવસની અંદર ઇનકમિંગ કોલ પ્રાપ્ત કરવાની મંજુરી આપી હતી. ત્યાર બાદ યુઝર્સ માટે કોઈ પ્લાનમાં રીચાર્જ કરવા સુધી ઇનકમિંગ કોલને રોકી દેવામાં આવતી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હવે આ સીમા ઘટાડીને સાત દિવસ સુધી કરી દેવામાં આવી છે. જો કોઈ એરટેલ યુઝર્સ વેલીડીટીની સમાપ્તી પર રિચાર્જ કરવામાં નિષ્ફળ રહે છે અને કોઈ પણ એક્ટીવ પ્લાન પણ નથી, તો આઉટગોઇંગ કોલ તરત જ રોકી દેવામાં આવશે અને સાત દિવસ બાદ ઇનકમિંગ કોલ સેવા પણ બંધ થઈ જશે.

તાજેતરમાં એક રિપોર્ટ બતાવવામાં આવી છે કે, માર્કેટમાં રિલાયન્સ જિયોના પ્રવેશ બાદ એરટેલ પોતાના ARPU ની એવરજ રાજસ્વને વધારવા માટે ચાલી રહી ટક્કરમાં ૭ કરોડ ગ્રાહકોને ગુમાવી શકે છે. મોટી સંખ્યામાં ઇનએક્ટીવ કનેક્શન કારણે એરટેલે પોતાના એઆરપીયુમાં ઝડપથી ગિરાવટનો સામનો કરવો પડી રહ્યો છે અને એક્સપાયરી બાદ ગ્રાહકોની સાથે દિવસમાં રિચાર્જ કરવાની શરત લાગુ થયા બાદ કંપનીને પોતાના એવરેજ રેવેન્યુમાં વધારો થશે તેવી આશા છે.

Share: