એરટેલે શરૂ કર્યો પોસ્ટપેડ રેફરલ પ્રોગ્રામ, મળશે ૧૫૦ રૂપિયાનો ફાયદો

November 15, 2018
 641
એરટેલે શરૂ કર્યો પોસ્ટપેડ રેફરલ પ્રોગ્રામ, મળશે ૧૫૦ રૂપિયાનો ફાયદો

ટેલીકોમ માર્કેટમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે રેફરલ પ્રોગ્રામને પ્રસ્તુત કર્યો છે. તેમાં કંપની યુઝર્સને પોસ્ટપેડ બિલ્સ પર ૧૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેના માટે યુઝર્સને એક યુનિક રેફરલ લિંક પોતાના મિત્રો અને પરિવારથી શેર કરવી પડશે. આ પ્રોગ્રામ હેઠળ તમને જે લિંક આપવામાં આવશે તેના પરથી ૧૫૦ રૂપિયાની બીલ ડિસ્કાઉન્ટ કૂપન પ્રાપ્ત કરી શકશો.

માય એરટેલ

જયારે આ ડિસ્કાઉન્ટ કૂપન માય એરટેલ એકાઉન્ટમાં ત્રણ કુપન્સ તરીકે આપવામાં આવશે. જેવું જ તમારા મિત્ર એરટેલ પોસ્ટપેડ કનેક્શનનું સફળતાપૂર્વક એક્ટીવેશન કરી લેશે તેવું જ તમારા એકાઉન્ટમાં કૂપન ક્રેડીટ કરી દેવામાં આવશે.

૧૦ એક્ટીવેશન

કંપનીએ જણાવ્યું છે કે, કોઈ પણ યુઝર્સ પોતાનું યુનિક રેફરલ લિંક કોઈપણ વપરાશકર્તાઓ સાથે શેર કરી શકે છે. પરંતુ યુઝર્સને રિવોર્ડ માત્ર ૧૦ એક્ટીવેશન પર જ મળશે. જયારે આ ડિસ્કાઉન્ટને રેફરી અને રેફરર માત્ર રજિસ્ટર્ડ નંબર્સના પોસ્ટપેડ બીલ પેમેન્ટ દરમિયાન જ ઉપયોગ કરી શકાશે.

આવી રીતે ઉઠાવો લાભ

આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે માય એરટેલ એપ નોટિફિકેશન એરિયાને ઓપન કરો. અહી તમને એરટેલ પોસ્ટપેડ રેફરલ સ્કીમની નોટિફિકેશન જોવા મળશે. આ નોટિફિકેશન પર તમારે કિલક કરવી પડશે. આવું કરવાથી એક પેઝ ઓપન થશે જેમાં રેફરલ લિંક જનરેટ કરવાનો વિકલ્પ રહેલો હશે. લિંક જનરેટ કર્યા બાદ તમે તમારા મિત્રોથી શેર કરવી પડશે.

 

Share: