ભારત બાદ હવે ચીનની એપ ટીકટોક પર અમેરિકા મૂકી શકે છે પ્રતિબંધ

July 08, 2020
 383
ભારત બાદ હવે ચીનની એપ ટીકટોક પર અમેરિકા મૂકી શકે છે પ્રતિબંધ

ભારત દ્વ્રારા ટીકટોક એપ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે અમેરિકા પણ આ એપ પર પ્રતિબંધ મુકવાનું વિચારી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સચિવ માઈક પંપીયોએ પોતાના એક નિવેદનમાં એ સ્પસ્ટ કર્યું છે કે, અમેરિકા નિશ્ચિતરૂપે ચાઇનીઝ એપ્લીકેશનો પર પ્રતિબંધ મુકવાનું વિચારી રહ્યું છે. તેમાં ટીકટોક જેવી એપ્સ પણ સામેલ છે. એવામાં કહેવામાં આવી શકે છે કે, આવનારા સમયમાં ટીકટોકની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા મહીને ભારતમાં ૫૯ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો ત્યાર બાદ ચીનની બધી કંપનીઓ આ વિષયમાં ભારત સરકાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહી છે. ચીની એપ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ભારતીય એપની ડીમાન્ડ ઘણી વધી છે. ટીકટોકની જગ્યાએ ચિંગારી અને CamScanner ની જગ્યાએ Scan Karo એપ અને ShareIt ની જગ્યાએ શેરચેટ જેવી એપ ઝડપથી વાયરલ થઈ છે જેનો લોકો મોટી માત્રામાં પણ વાપરી રહ્યા છે.

Share: