ટાટા સ્કાય દ્વ્રારા લોન્ચ કરાયો નવો પ્લાન, ગ્રાહકોને મળશે આ ફાયદો

August 02, 2019
 967
ટાટા સ્કાય દ્વ્રારા લોન્ચ કરાયો નવો પ્લાન, ગ્રાહકોને મળશે આ ફાયદો

મેજર ડીટીએચ ઓપરેટર ટાટા સ્કાયએ પોતાના નવા એનુઅલ ફલેકસી પ્લાનને છેલ્લી શરતોમાં ફેરફાર સાથે લોન્ચ કર્યો છે. નવા એનુઅલ ફલેકસી પ્લાનના ૪૮ રૂપિયા રિચાર્જ સાથે એક મહિનાની ફ્રી સર્વિસ ઓફર કરવામાં આવી રહી છે. ટાટા સ્કાયએ ફ્લેક્સી પ્લાનને પહેલા એપ્રિલમાં લોન્ચ કર્યો હતો.

પ્રથમ પ્લાનની વેલીડીટી સમાપ્ત થવા પર બોનસને એક્સેસ એકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવતું હતું. હવે રિચાર્જના ૨ દિવસની અંદર ૧ મહિનાનું ફ્રી એક્સટેંશન એક્સેસ એકાઉન્ટમાં ક્રેડીટ થઈ જશે.

કંપનીની વેબસાઈટ અનુસાર નવા એનુઅલ ફલેક્સી પ્લાનમાં યુઝર્સ પોતાની ચોઈસ અનુસાર ૧૨ મહિનાના પ્લાન રિચાર્જ કરાવવા પર એક મહિનાની વધારાની સેવા ફ્રીમાં લઇ શકે છે. એટલે આ નવા એનુએલ ફલેકસી પ્લાનના હેઠળ હવે કુલ ૧૩ મહિનાની સર્વિસ યુઝર્સને મળશે. તેના સિવાય યુઝર્સને પોતાની મરજીથી ચેનલ્સ રિમુવ અથવા એડ કરવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.

તેના સિવાય સબ્સક્રાઈબર્સને બરાબર વેલ્યુની ફ્રી કૂપન ટાટા સ્કાયના આધિકારિક પોર્ટલ પર અવેલેબલ છે, તેની સાથે જ ડીઝીટલ વોલેટ ઓફર્સ પણ પ્રસ્તુત કરવામાં આવી છે.

ટાટા સ્કાયના રિચાર્જ પ્લાન્સની ડીટેલ્સની જાણકારી માટે તમારે ટાટા સ્કાયની વેબસાઇટ અથવા એપના રિચાર્જ જંક્શન ઓપ્શન પર સર્ફ કરી શકો છો. ટાટા સ્કાય સિવાય D2h અને ડીસ ટીવી પણ પોતાના કસ્ટમર્સને લોંગ ટર્મ પ્લાન્સ પ્રોવાઈડ કરાવે છે.

Share: