એરટેલે પ્રસ્તુત કર્યો અનલીમીટેડ કોલિંગની સુવિધા વાળો પ્લાન

July 09, 2020
 661
એરટેલે પ્રસ્તુત કર્યો અનલીમીટેડ કોલિંગની સુવિધા વાળો પ્લાન

એરટેલે પોતાના નવા ૨૮૯ રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન લોન્ચ કરી દીધો છે. તેની સાથે કંપનીએ ૭૯ રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં હવે ઝી૫ પ્રીમીયમના સબ્સક્રિપ્શનને ફ્રીમાં આપવાની જાહેરાત પણ કરી દીધી છે. નવો લોન્ચ કરવામાં આવેલ ૨૮૯ રૂપિયાના પ્લાનમાં કોલિંગ, ડેટા અને એસએમએસનો લાભ આપવામાં આવી રહ્યો છે.

આ પ્લાનમાં શું છે ખાસ

એરટેલના નવા ૨૮૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગ ઓફર કરી રહી છે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે જેમાં ગ્રાહકને દરરોજ ૧.૫ જીબી ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. એટલે કુલ ૪૨ જીબી ડેટા આ પ્લાનમાં ઓફર કરી રહી છે. ગ્રાહક દરરોજ ૧૦૦ એસએમએસ પણ ફ્રીમાં મોકલી શકે છે.

મળશે આ ફાયદો

૧. આ ફાયદા સિવાય ઝી૫ પ્રીમીયમ, એરટેલ એક્સટ્રીમ પ્રીમીયમ, ફ્રી હેલોટ્યુનસ અને વિંક મ્યુઝીકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ યુઝર્સને મળે છે.

૨. આ રિચાર્જ પ્લાનમાં શો એકેડમીનું ફ્રી ઓનલાઈન ક્લાસેજ પણ એક વર્ષ માટે આપવામાં આવે છે.

૩. ફાસ્ટેગ લેવા પર ૧૫૦ રૂપિયાનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે.

Share: