ઝૂમ એપ બાદ હવે વ્હોટ્સએપનું ક્લોન લઈને આવ્યું જિયો

July 10, 2020
 623
ઝૂમ એપ બાદ હવે વ્હોટ્સએપનું ક્લોન લઈને આવ્યું જિયો

રિલાયન્સ જિયોએ તાજેતરમાં JioMeet એપને લોન્ચ કરી હતી જોકે ઝૂમ એપની જેમ દેખાવવાના કારણે ચર્ચામાં રહી છે. હવે જિયો એક પ્રખ્યાત એપ લઈને આવી છે જેને વ્હોટ્સએપની ક્લોન કહેવામાં આવી રહી છે. કંપનીએ જિયોચેટ એપને નવું લુક આપ્યું છે અને હવે તદ્દન વ્હોટ્સએપની જેમ જ લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે, જિયો ચેટને પ્લે સ્ટોર પર અત્યાર સુધી ૫ કરોર ડાઉનલોડ્સ મળી ચુક્યા છે. તેના લુકમાં કંપનીએ તાજેતરમાં ફેરફાર કર્યો ત્યાર બાદ વ્હોટ્સએપ અને જિયોચેટમાં તફાવત શોધવો ઘણો મુશ્કેલ થઈ રહ્યો છે.

આ બંને એપમાં આ છે સમાનતાઓ

૧. આ બંનેના કલર સ્કીમથી લઈને, પ્રોડક્ટ નેમની પ્લેસમેન્ટ, સર્ચ અને કેમેરા આઇકોન અને ચેટ અને સ્ટેટ્સ ટેબ બધું જ એક જેવી જ છે.

૨. જિયોચેટમાં સ્ટેટ્સના વિકલ્પને સ્ટોરીસનું નામ આપવામાં આવ્યું છે.

૩. કોલ ટેબની જગ્યાએ કોલ્સનું આઇકોન આપવામાં આવ્યું છે.

૪. જિયો ચેટમાં ચેનલ્સ નામનું એક વધારાનું ફીચર પણ મળ્યું છે.

Share: