એરટેલે ૩જી યુઝર્સ માટે સર્વિસ બંધ કરવાનો કર્યો નિર્ણય

August 04, 2019
 651
એરટેલે ૩જી યુઝર્સ માટે સર્વિસ બંધ કરવાનો કર્યો નિર્ણય

દેશની નંબર ૩ ટેલિકોમ કંપની ભારતીય એરટેલે જાહેરાત કરી છે કે, તે વર્ષ ૨૦૨૦ સુધી દેશમાં પોતાના ૩જી નેટવર્કને સંપૂર્ણપણે સમાપ્ત કરી દેશે. ૩જી સર્વિસ બંધ કરવાની પ્રકિયા કોલકાતા સર્વિસ એરિયાથી શરૂ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે, તેમનું ધ્યાન એવરેજ રેવેન્યુ પર યુઝર્સ વધારીને રેવન્યુ વધારવા પર છે.

ભારતી એરટેલના સીઈઓ (ઇન્ડિયા અને સાઉથ એશિયા) ગોપાલ વિટ્ટલનું કહેવું છે કે, ૩જી સર્વિસ શટડાઉનની પ્રકિયા કોલકાતા એરિયાની સાથે શરુ થઈ ચુકી છે અને જુન ક્વાર્ટરમાં આ કામ સમાપ્ત કરી દેવામાં આવશે. તેમને આગળ જણાવ્યું છે કે, સપ્ટેમ્બર મહિના સુધી ૬-૭ સર્કલ્સમાં ૩જી સર્વિસને બંધ કરી દેવામાં આવશે. કંપનીનો ટાર્ગેટ છે કે, માર્ચ ૨૦૨૦ સુધી એરટેલ સુધી ૩જી નેટવર્ક બંધ કરી દેવામાં આવશે.

ગોપાલ વિટ્ટલના અનુસાર ૨૦૨૦ સુધી કંપની પાસે માત્ર ૨જી અને ૪જી સ્પેક્ટ્રમ હશે. કંપનીએ ૮૪ લાખ નવા ૪જી ગ્રાહક જોડ્યા છે ત્યાર બાદ તેમના કુલ ગ્રાહકોની સંખ્યા ૧૨ કરોડ થઈ ગઈ જેમાં લગભગ ૯.૪૫ કરોડ ૪જી યુઝર્સ સામેલ છે. કંપનીએ આ પગલું ભરવા પાછળ ટેકનોલોજી અપગ્રેડેશનનું કારણ જણાવ્યું છે.

Share: