વ્હોટ્સએપ યુઝર્સ માટે સારા સમાચાર, વ્હોટ્સએપમાં સામેલ થયા એનીમેટેડ સ્ટીકર્સ

July 11, 2020
 612
વ્હોટ્સએપ યુઝર્સ માટે સારા સમાચાર, વ્હોટ્સએપમાં સામેલ થયા એનીમેટેડ સ્ટીકર્સ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપની વાત કરીએ તો સૌથી વધુ વ્હોટ્સએપનો જ ઉપયોગ કરવામાં આવે છે. લાંબા સમય બાદ હવે વ્હોટ્સએપમાં એનીમેટેડ સ્ટીકર્સને સામેલ કરી દેવામાં આવ્યા છે. તેને યુઝ કરવા માટે તમારે પોતાના વ્હોટ્સએપને અપડેટ કરવું પડશે. કંપનીએ એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ્સ માટે નવા અપડેટને રોલ આઉટ કર્યું છે. તેની જાણકારી વ્હોટ્સએપે ઓફીશીયલ ટ્વીટર હેન્ડલ દ્વ્રારા આપી છે.

આવી રીતે કરો ઉપયોગ

- આ નવા એનીમેટેડ સ્ટીકર્સને યુઝ કરવા માટે કોઈ પણ ચેટને ઓપન કરી ઈમોજી આઇકોન પર ક્લિક કરો.

- ત્યાર બાદ (+) આઇકોન પર ટેપ કરો અને સ્ટીકર સ્ટોર તમારા સામે ખુલી જશે.

- અહીં તમે એનીમેટેડ સ્ટીકર પેક ડાઉનલોડ કરી ઉપયોગ કરી શકો છો.

- તેને ડેસ્કટોપ વર્ઝન પર ડાઉનલોડ કરી શકાતી નથી પરંતુ તેમને ફોનમાં ડાઉનલોડ કરી તમે ડેસ્કટોપ પર ઉપયોગ કરી શકશો.

આ અગાઉ વ્હોટ્સએપે Search by date નામનું ફીચર લોન્ચ કર્યું હતું. આ ખાસ ફીચરનું નામ Search by date રાખવામાં આવશે. Wabetainfo ની રિપોર્ટ મુજબ, આ ફીચર તેમ છતાં અન્ડર ડિવેલપમેન્ટમાં છે અને તેને જાહેર કરવા પહેલા કંપની તેનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ખાસ ફીચરને સૌથી પહેલા આઈફોન યુઝર્સ માટે લાવવામાં આવશે, ત્યાર બાદ તેને એન્ડ્રોઇડ ડિવાઇસિસ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

આવી રીતે કામ કરશે આ ફીચર

વ્હોટ્સએપ પર Search by Date ફીચર દ્વ્રારા તમે તારીખના આધારે મેસેજ મોકલી શકશો. આ ફીચર આવ્યા બાદ યુઝરને એક કેલેન્ડર આઇકોન જોવા મળશે જ્યાં તમે તમારા હિસાબથી તારીખ સિલેક્ટ કરી સંબંધિત મેસેજ જોઈ શકશો.

તમને જણાવી દઈએ કે, તેના સિવાય વ્હોટ્સએપમાં મલ્ટી ડિવાઈસ સપોર્ટ, ઓટોમેટીક મેસેજ ડીલીટ અને ઇન-એપ્પ બ્રાઉઝર જેવા ફીચર્સ પર્ણ જલ્દી જ સામેલ થવાના છે.

Share: