ઈરફાન પઠાણે રાહુલ દ્રવિડ અંગે આપ્યું મોટું નિવેદન

July 11, 2020
 179
ઈરફાન પઠાણે રાહુલ દ્રવિડ અંગે આપ્યું મોટું નિવેદન

ઈરફાન પઠાણે રાહુલ દ્રવિડને મહાન કેપ્ટન ગણાવતા તેમને ભારતીય ટીમના અનસંગ હીરો કહ્યા છે. ઈરફાન પઠાણ મુજબ ભારતીય ટીમના કપિલ દેવ, સૌરવ ગાંગુલી અને મહેન્દ્ર સિંહ ધોનીના રૂપમાં ઘણા મહાન કેપ્ટન રહ્યા છે, પરંતુ રાહુલ દ્રવિડને એક કેપ્ટન તરીકે સંપૂર્ણ શ્રેય આપવો જોઈએ, કેમકે તેમને સૌથી મુશ્કેલ સમયમાં ટીમની કેપ્ટનશીપ કરી જ્યારે ગ્રેગ ચેપલ ટીમના કોચ હતા.

રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં ભારતે ઘણી સફળતા જોઈ છે. રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝ રમતા ઈતિહાસ રચ્યો હતો. તેના સિવાય રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં ટીમે પાકિસ્તાનને તેમના ઘરમાં હરાવ્યું છે.

ઇએસપીએન ક્રિકઇન્ફોની સાથે લાઈવ ચેટમાં ઈરફાન પઠાણે રાહુલ દ્રવિડની કેપ્ટનશીપને લઈને કહ્યું છે કે, રાહુલ દ્રવિડ ૧૦૦ ટકા એક મહાન કેપ્ટન છે. તે ઘણા ક્લીયેર હતા કે, તે ટીમથી શું ઈચ્છે છે. દરેક કેપ્ટન પાસે તેમની રીત હોય છે જે અલગ વિચારે છે અને દ્રવિડ પણ એકદમ અલગ વિચારતા હતા. તેમ છતાં તે વાતચીતમાં ખુબ સ્પસ્ટ હતા. તે તમને તમારો રોલ બતાવતા હતા અને તમારે તે પ્રમાણે કામ કરવું પડશે.

ઈરફાન પઠાણે રાહુલ દ્રવિડની કરી પ્રશંસા

ઈરફાન પઠાણે એ પણ કહ્યું છે કે, કેવી રીતે રાહુલ દ્રવિડે નિસ્વાર્થ રીતે ટીમ માટે બધું કર્યું. તે નંબર ત્રણ પર બેટિંગ કરતા હતા અને સાથમાં વિકેટકીપિંગ પણ કરતા હતા. આ તેમની કેપ્ટનશીપમાં જોવા મળતું હતું, તેમને હંમેશા પોતાનાથી ઉપર ટીમને રાખ્યા હતા. આ એક મુખ્ય કારણ હતું કે, રાહુલ દ્રવિડ એક અન્ડરરેટીડ ખેલાડી રહ્યા, કેમકે તે હંમેશા ટીમને સારુ પ્રદર્શન કરતા જોવા માંગતા હતા.

રાહુલ દ્રવિડ ૨૦૦૫ માં ભારતીય ટીમના કેપ્ટન બન્યા અને ૨૦૦૭ સુધી તે ભારતના કેપ્ટન રહ્યા હતા. તેમની કેપ્ટનશીપમાં ભારતે પ્રથમ વખત સાઉથ આફ્રિકામાં જઈને કોઈ ટેસ્ટ મેચ જીતી હતી. રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં ભારતે ૨૫ માં ૮ મેચ જીતી, જ્યારે ૭૯ વનડેમાં ટીમને ૪૨ માં જીત મળી હતી. તેમ છતાં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં ભારત ૨૦૦૭ વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી.

૨૦૦૭ માં જ રાહુલ દ્રવિડે ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી, ત્યાર બાદ મહેન્દ્ર સિંહ ધોની સીમીતી ઓવરોની ક્રિકેટમાં ભારતના કેપ્ટન બન્યા અને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ અનિલ કુંબલેએ કરી હતી.

Share: