ગજબ... આ ગામમાં જન્મે છે માત્ર છોકરીઓ

October 28, 2019
 951
ગજબ... આ ગામમાં જન્મે છે માત્ર છોકરીઓ

ચેક રિપબ્લિક અને પોલેન્ડની સીમાની રેખા પર એક એવું ગામ છે જ્યાં માત્ર પુત્રીઓનો જન્મ થાય છે. આ ગામમાં છેલ્લા નવ વર્ષથી આ ગામમાં કોઈ છોકરાનો જન્મ થયો નથી. મિજેસ્કે ઓદ્રજેનસ્કી નામના આ અનોખા ગામના મેયરનું કહેવું છે કે, જે દંપતી છોકરાને જન્મ આપશે તેને ઇનામ મળશે. મિજેસ્કે ઓદ્રજેનસ્કીમાં વર્ષ ૨૦૧૦ માં એક છોકરાએ જન્મ લીધો હતો ત્યાર બાદ ગામમાં જેટલા પણ બાળકોનો જન્મ થયો તે બધી છોકરીઓ હતી.

લગભગ ૩૦૦ ની વસ્તી વાળા આ ગામની આ વિચિત્ર વાતને તેમને સંપૂર્ણ દુનિયામાં પ્રખ્યાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૦ માં જન્મેલા છોકરાને લઈને તેમના માતા-પિતા કોઈ બીજી જગ્યાએ જઈને જીવન પસાર કરવા લાગ્યા છે. આ ગામમાં મહિલાઓના મુકાબલામાં પુરુષોની સંખ્યા ના બરાબર છે. તમને જણાવી દઈએ કે, ગામમાં એક જ છોકરો છે જેની ઉમર ૧૨ વર્ષ છે.

ગામના લોકોમાં થઈ રહેલા આ પરિવર્તનને લઈને નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત છે. એક મીડિયા રીપોર્ટ મુજબ, અહીં છોકરીઓનો જન્મ સામાન્ય વાત છે પરંતુ છોકરાઓનો જન્મ ભાગ્યે જ જોવા મળે છે. આ મૂંઝવણને લઈને અહીંના મેયરનું કહેવું છે કે, “જેના ઘરમાં છોકરાનો જન્મ થશે, તેને ઇનામ આપવામાં આવશે.” તમને જણાવી દઈએ કે, પોલેન્ડની રાજધાની વારસોની એક યુનિવર્સીટીએ માત્ર છોકરીઓના જન્મના રહસ્યને સમજવા માટે અભ્યાસ શરુ કરી દીધો છે. તે તેમ છતાં ગામના જુના રેકોર્ડ જોઈ રહ્યા છે. ગામમાં રહેનાર લોકોને પણ આ સમસ્યા વિષે કશું ખબર નથી.

Share: